મુંબઈ : સાઉથના રોકિંગ સ્ટાર કહેવાતા યશની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘KGF 2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે, પરંતુ આ ફિલ્મ હવે દેશની સાથે-સાથે વિદેશમાં પણ પોતાનો જલવો દેખાડી રહી છે. પ્રશાંત નીલની આ ફિલ્મે હવે દક્ષિણ કોરિયામાં પોતાનો ઝંડો લહેરાવ્યો છે. એવું લાગે છે કે,યશ સ્ટારર KGF: ચેપ્ટર 2 ચોક્કસપણે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવી રહી છે અને તોડી રહી છે.તાજેતરમાં, આ ફિલ્મે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો,કારણ કે તે દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં રિલીઝ થનારી પ્રથમ કન્નડ ફિલ્મ બની હતી.
યશ સ્ટારર ફિલ્મ ‘KGF 2’ સિયોલમાં રિલીઝ થવાની સાથે, આ ફિલ્મે દક્ષિણ કોરિયામાં મહામારી પછી રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ બનીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે.અહેવાલો અનુસાર, ભારત, નેપાળ અને બાંગ્લાદેશના ઘણા ફિલ્મ પ્રેમીઓએ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી અને રોકી ભાઈના આગમનની ઉજવણી કરતા તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
કેજીએફ ચેપ્ટર – 2 એ રૂ. 1129.38 કરોડથી વધુ કમાણી કરી છે અને ‘RRR’ અને ‘દંગલ’ના બોક્સ ઓફિસ રેકોર્ડને તોડી નાખ્યા છે.આ ફિલ્મે કેરળ બોક્સ ઓફિસ પર પણ રેકોર્ડ બનાવ્યો હતો કારણ કે તેણે મોહનલાલ સ્ટારર ‘ઉડિયાં’ના પ્રથમ દિવસે રેકોર્ડ કલેક્શન તોડ્યું હતું.