નવી દિલ્હીઃ સંસદમાં આજે બજેટ સત્રનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના આ બીજા કાર્યકાળનું અંતિમ બજેટ સત્ર છે. જેમાં રાષ્ટ્રપતિ દ્રોવદી મુર્મુ જોઈન્ટ સેશનમાં સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિજીએ જણાવ્યું હતું કે, નવા સંસદમાં આ મારુ પ્રથમ સંબોધન છે. તેમણે સરકારના પાંચ વર્ષના કામ સંસદમાં કહ્યાં હતા, આઝાદીના અમૃતકાળથી સંબોધનની શરુઆત કરી હતી.
રાષ્ટ્રપતિજીએ જણાવ્યું હતું કે, રામ મંદિરના નિર્માણની આકાંક્ષાઓ વર્ષોથી હતી જે આજે સાચી થઈ છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દુર કરવાની આશંકા હતી જે આજે ઈતિહાસ બની ચુક્યું છે. રાષ્ટ્રપતિજીએ મેડ ઈન ઈન્ડિયાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે, મેડ ઈન ઈન્ડિયા આજે ગ્લોબલ બ્રાન્ડ બની ગયું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ગયા વર્ષે વિશ્વમાં બે મોટા યુદ્ધ જોવા મળ્યાં અને કોરોના જેવી વૈશ્વિક મહામારીનો સામનો કરવો પડ્યો, આવા વૈશ્વિક સંકટો છતા પણ મારી સરકારે દેશમાં મોંઘવારીને કાબુમાં રાખી, સામાન્ય ભારતીય નાગરિકો ઉપર બોજ વધવા દીધો નથી. રાષ્ટ્રપતિજીએ કહ્યું કે, આજે દુનિયાના કુલ રિયલ ટાઈમ ડીજીટલ નાણાકીય લેવડ-દેવડના 46 ટકા ભારતમાં થાય છે. ગયા મહિને યુપીએએ રેકોર્ડ 1200 કરોડનું ટ્રાન્જેક્શન થયું છે. જેની હેઠળ રૂ. 18 લાખ કરોડ રુપિયાના રેકોર્ડ લેવડ-દેવડ થઈ છે.
રાષ્ટ્રપતિજીએ સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગ અને લધુ ઉદ્યમિયોને સશક્ત બનાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર પુરી પ્રતિબદ્ધતાથી કામ કરી રહી છે. ડિજીટલ ઈન્ડિયાના નિર્માણ અંતિમ 10 વર્ષમાં મોટા ફેરફારમાં અગ્રણી છે. આજે ભારતમાં એવુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યાં છે જેના સ્વપ્ન તમામ ભારતીયો જોતા હતા. સરકાર માને છે કે વિકસિત ભારતની ભવ્ય ઈમારત ચાર મજબુત સ્તંભ ઉપર ઉભી છે. તેમણે યુવાશક્તિ, નારીશક્તિ, ખેડૂત અને ગરીબને ચાર સ્તંભ તરીકે જણાવ્યા હતા.
તેમણે વધુમાં કહ્યું કે, ગત વર્ષમાં ભારત માટે ઐતિહાસિક ઉપલબ્ધિઓથી ભરેલુ રહ્યું છે. ગુલામીના સમયમાં બનેલા કાયદા હવે ઈતિહાસ બની ચુક્યાં છે. ત્રણ તલાકની કુપ્રથાને ખતમ કરવા માટે સરકારે કામગીરી કરી છે. રાષ્ટ્રપતિજીએ સતત બીજા ત્રણ માસમાં ભારતનો વિકાસ દર 7.5 ટકા રહેવાનો ઉલ્લેખ કરીને દેશની આર્થિક નીતિઓને સારી દર્શાવી હતી. દેશમાં ડિજીટલ ડેટાની સુરક્ષાને લઈને કાનૂન બનાવવામાં આવી રહ્યો છે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન કાયદા માટે કામગીરી કરી રહી છે. સરકાર પરીક્ષા થતી ગડબડીને લઈને યુવાનોની ચિંતાથી માહિતગાર છે અને તેને રોકવા માટે કાનૂન બનાવશે. સરકારના પ્રયાસોથી ખેડૂતોનો ખેતીમાં ખર્ચ ઘટ્યો છે, અને ખેડૂતોની આવક વધવાની દીશામાં પગલા લેવામાં આવ્યાં છે. જનકલ્યાણની તમામ સરકારી યોજનાઓમાં ફેરફાર આવી રહ્યો છે. જેથી સુવિધાઓ જ નહીં પરંતુ નાગરિકોના પુરા જીવન ચક્ર પર આ યોજનાઓની સકારાત્મક અસર પડી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, સરહદ પાસે આવેલા ગામોને દેશના અંતિમ ગામ કહેવામાં આવતા હતા પરંતુ મારી સરકારે તેમને દેશના પ્રથમ ગામ બનાવ્યાં છે. આંતરિક શાંતિ માટે સરકારના પ્રયાસોના સાર્થક પરિણામ આપણી સામે છે. આજે મેડ ઈન ઈન્ડિયા ગ્લોબલ બ્રાન્ડ બની ગયું છે. સરકાર પર્યાવરણના તમામ પરિબળો ઉપર નજર રાખવામાં આવી રહી છે. વૈશ્વિક માનકો પર આધારિત ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનની દિશામાં સતત કામગીરી કરવામાં આવી રહી છે. સરકારે ઝીરો ઈફેક્ટ અને ઝીરો ડિફેક્ટ પર બળ આપી રહી છે. પ્રવાસન ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામગીરી થઈ છે, 8.5 કરોડ લોકોએ કાશી દર્શન કર્યાં છે.