Site icon Revoi.in

ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર, કચ્છમાં હીટવેવની આગાહી

Young man and heat stroke.

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીએ પોતાની ચરમસીમા વટાવી દીધી છે. ત્યારે અમદાવાદમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અગાઉ અમદાવાદમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કરાયેલું છે. ત્યારે હવામાન વિભાગે કચ્છમાં હીટવેવની આગાહી કરી છે.

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 32 ડિગ્રીથી લઈને 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ 43 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીએ 41 ડિગ્રી સપાટી વટાવી હતી. રાજ્યના મોટા ચાર શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 43 ડિગ્રી, વડોદરામાં 41.2 ડિગ્રી સુરતમાં 34.6 ડિગ્રી રાજકોટમાં 42.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના પ્રમાણે અમદાવાદમાં ગરમીમાં આંશિક ઘટાડો આવી શકે છે. દિવસ દરમિયાન 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની ધારણ છે. બપોરે 43 ડિગ્રી જેટલી ગરમીનો અહેસાસ થયો હતો. પવનની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 24 ટકા રહેશે. વિઝિબિલિટી 10 કિલોમિટર સુધીની રહેશે. આમ એકંદરે અમદાવાદમાં ગરમીમાંથી સહેજ રાહત રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 12 તારીખ પછી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે. ખાસ કરીને છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવો વરસાદ પડી શકે છે. બીજી તરફ હવામાન વિભાગે કચ્છમાં હીટવેવની આગાહી કરી છે.