Site icon Revoi.in

દિલ્હીમાં ચાર દિવસ સુધી વરસાદની શક્યતા,ગરમી અને લૂ થી મળશે રાહત,હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી

Social Share

દિલ્હી:રાજધાનીમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને લૂ નો પ્રકોપ યથાવત છે. ત્યારે સોમવારે પણ ગરમીથી લોકો પરેશાન થયા હતા.ત્યારે હવે બુધવારે હળવો વરસાદ રાહત આપી શકે છે. હવામાન વિભાગ (IMD)એ બુધવારથી શનિવાર સુધી વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ગુરુવારે ભારે વરસાદની સંભાવના છે.વરસાદને કારણે ગરમી અને લૂ થી રાહત મળવાની આશા છે.હવામાનમાં આવેલા આ ફેરફારને પ્રી-મોન્સુન એક્ટિવિટીઝ તરીકે જોવામાં આવી રહ્યો છે.

દિલ્હીમાં સોમવારે પણ ગરમી લોકોને પરેશાન કરી રહી હતી.સવારના સમયે ભારે પવન સાથે આંશિક વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.પરંતુ જેમ જેમ બપોર થતી ગઈ તેમ તેમ સૂર્યનો સ્વભાવ બદલાઈ ગયો. જેના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ચાર ડિગ્રી વધુ નોંધાયું હતું. આ દરમિયાન મહત્તમ તાપમાન 43.7 અને લઘુત્તમ તાપમાન 31.6 ડિગ્રી નોંધાયું હતું. રવિવારે મહત્તમ તાપમાન 43.9 અને લઘુત્તમ તાપમાન 32.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

શનિવાર સુધી હળવો વરસાદ શરુ રહેશે.જેના કારણે શુક્રવારથી 44-55 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવા લાગશે અને સપ્તાહના અંત સુધીમાં તે 36 ડિગ્રી સુધી પહોંચી જશે. હવામાનની આગાહી મુજબ અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે. હળવો વરસાદ અને હળવા પવનની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહત્તમ તાપમાન 43.7 °C અને લઘુત્તમ તાપમાન 31.6 °C રહેવાની ધારણા છે.