Site icon Revoi.in

યોગ એ વિશ્વને ભારતની સંસ્કૃતિની ભેટ છે , તે માત્ર શારીરિક વ્યાયામ જ નથી – આરએસએસ

Social Share

દિલ્હીઃ- આજે સમગ્ર વિશ્વ એક થઈને યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે યોગ એ ભારત માટે ખૂબ જ ખાસ છે યોગનો વારસો ભારત પાસે છે ત્યારે આરએસએસ એ પણ યોગને ભારતની સંસ્કૃતિની ખાસ ભેટ ગણાવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ આજરોજ બુધવારે યોગ દિવસને લઈને જણાવ્યું હતું કે કે યોગ એ વિશ્વને ભારતની “સંસ્કૃતિક ભેટ” છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આરએસએસે ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે યોગ એ માત્ર શારીરિક વ્યાયામ પૂરતો સીમિત નથી, પરંતુ તે આવશ્યકપણે જીવનનો સર્વગ્રાહી માર્ગ પણ છે.

યોગને અનુસરીને સંતુલિત અને સુમેળભર્યું જીવન જીવવાનો પ્રયાસ કરનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, જેમાં સામાન્ય લોકોથી લઈને વિશ્વની વિવિધ સંસ્કૃતિઓની પ્રખ્યાત હસ્તીઓ સામેલ છે.

આથી વિશેષ આરએસએસ સંઘએ જણાવ્યું કે “યોગને ‘યોગચિત્તવૃત્તિનિરોધ’, ‘મન: પ્રશમનોપય: યોગ’ અને ‘સમત્વમ યોગ ઉચ્યતે’ જેવા શાસ્ત્રોમાં જુદી જુદી રીતે સમજાવવામાં આવ્યું છે, જેને અપનાવવાથી વ્યક્તિ શાંતિપૂર્ણ અને સ્વસ્થ જીવનનો અનુભવ કરે છે.”

આ સહીત આરએસએસ સંઘે એવુ પણ કહ્યું કે યોગના સંદેશને વિશ્વના ખૂણે ખૂણે ફેલાવવાની તમામ યોગપ્રેમીઓની ફરજ છે.આ સહીત આરએસએસએ ટ્વીટ કર્યું, “યોગ એ વિશ્વને ભારતીય સભ્યતાની ભેટ છે. ‘યુજ’ મૂળમાંથી ઉતરી આવેલ યોગ શબ્દનો અર્થ થાય છે એક થવું કે જોડવું. યોગ માત્ર શારીરિક વ્યાયામ પૂરતો મર્યાદિત નથી, મહર્ષિ પતંજલિ જેવા ઋષિઓના મતે, તે શરીર છે, મન, બુદ્ધિ અને અને તે આત્માને જોડવા માટે જીવનનો સર્વગ્રાહી માર્ગ છે.”