સીએમ યોગી આદિત્યનાથ આગામી કેટલાક મહિનામાં તેમની ખુરશી ગુમાવશે..તેવી પોસ્ટ મુકીને સમાજવાદી પાર્ટીએ ભાજપમાં ચાલી રહેલી અંદરો-અંદરની ખેંચતાણ પર નિશાન સાધ્યું છે. સપાએ કહ્યું છે કે કેશવપ્રસાદ મોર્યએ સીએમ અને પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ ખેલ ખેલી લીધો છે.
સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા સાઈટ પર ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું પોતાના ઘર પર નેતાઓને મળી મળીને કેશવ મોર્યએ અંદરો-અંદરજ સીએમ યોગી સામે ખેલ કરી દીધો છે..સંભવતઃ, આગામી કેટલાક મહિનામાં સીએમ યોગી તેમની ખુરશી ગુમાવશે. કેશવ મૌર્ય સતત તેમના નેતૃત્વમાં એક જૂથ તૈયાર કરી રહ્યા છે જે પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી અને સીએમ યોગી વિરુદ્ધ બોલે છે અને આ રીતે કેશવ મૌર્ય પ્રદેશ અધ્યક્ષ અને સીએમ વિરુદ્ધના આ બળવાને ધાર અને તાકાત આપી રહ્યા છે.
ભૂપેન્દ્ર ચૌધરી અને સીએમ યોગી બંને કેશવ મૌર્યના રડાર પર છે અને કેશવ ખુલ્લેઆમ આ બંને સામે ગેમ રમી રહ્યા છે.
હાર બાદ ભાજપમાં ખળભળાટ
લોકસભા ચૂંટણીમાં હાર બાદ ભાજપમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. ઘણા નેતાઓ ખુલ્લેઆમ સરકાર વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે, જ્યારે તાજેતરમાં લખનૌમાં ભાજપ કાર્યકારી સમિતિની બેઠકમાં કેશવ મૌર્યએ સંગઠનને સરકાર કરતા મોટું ગણાવ્યું હતું, જેના પછી રાજ્યનું રાજકારણ વધુ ગરમાયું છે. લખનૌથી દિલ્હી સુધી બેઠકોનો સિલસિલો જોવા મળી રહ્યો છે. ઘણા નેતાઓએ પણ કેશવ મૌર્યના નિવેદનનું સમર્થન કર્યું છે.
તે જ સમયે, ભાજપમાં મતભેદ પર સમાજવાદી પાર્ટી દૂરથી આનંદ માણી રહી છે. કેશવ મૌર્યને મોનસૂન ઓફર આપતાં સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું છે કે તેઓ 100 ધારાસભ્યો લાવીને સરકાર બનાવે. તેમણે કહ્યું કે જો કેશવ મૌર્ય સો ધારાસભ્યો લાવે તો તેઓ સરકાર બનાવી શકે છે અને સપા તેમને બહારથી સમર્થન આપવા તૈયાર છે.