યોગી સરકારે રક્ષાબંધનમાં બહેનોને આપી ખાસ ભેંટ – બે દિવસ મહિલાઓ કરી શકશે ફ્રી માં બસની સવારી
- યોગી સરકારે બહેનોનો આપી ખાસ ભેંટ
- રક્ષાબંધનના બે દિવસ બહોન ફ્રીમાં બસમાં કરશે મુસાફરી
લખનૌઃ- ઉત્તરપ્રદેશની સરકાર સતત મહિલાઓ માટે કંઈકને કંઈક કરતી રહે છે ત્યારે હવે આવનારા દજિવસોમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે યોગી સરકારે મહિલાઓને ખઆસ ભએંટ આપી છે જે અંતર્ગત મહિલાઓ રક્ષાબંધનના બે દિવસ રાજ્યની તમામ રોડવેઝમાં મફ્તમાં યાત્રા કરી શકેશે.
વિતેલા વર્ષોની જેમ આ વર્ષે પણ યુપીની યોગી આદિત્યનાથ સરકારે રક્ષાબંધનના અવસર પર મહિલાઓ માટે આ નિર્ણય વીધો છે. સરકારે જાહેરાત કરી છે કે આ વખતે પણ મહિલાઓ રક્ષાબંધન પર ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમની તમામ પ્રકારની બસોમાં મફત મુસાફરી કરી શકશે.
આ મફત સુવિધામાં યુપી રોડવેઝ હેઠળ ચાલતી તમામ એસી અને નોન-એસી બસોનો સમાવેશ થાય છે. એટલે કે જો મહિલાઓ ઈચ્છે તો આ સમયગાળા દરમિયાન તેઓ સરકારી એસી બસમાં મફત મુસાફરી કરી શકશે.
આ બાબતે વિતેલા દિવસને શુક્રવારે યુપી સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન પ્રમાણે, સીએમ યોગી આદિત્યનાથે રક્ષાબંધનના અવસર પર રોડવેઝ બસોની તમામ શ્રેણીઓમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે પંચક કારણોસર રક્ષાબંધન બે દિવસમાં પડી રહ્યું છે. તેથી, આ મફત સુવિધા મહિલાઓને 2 દિવસ માટે પણ ઉપલબ્ધ રહેશે. આ સહીત મહિલાઓ માટે 10 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી 12 ઓગસ્ટના રોજ રાત્રે 12 વાગ્યા સુધી પણ મફત બસ સેવા ઉપલબ્ધ રહેશે.