- યુપીમાં તમામ લોકોને મહિનાના અંત સુધીમાં રસી મેળવી લેનાનો આદેશ
- રસીકરણમાં જાગૃતતા માટે હવે એનજીઓ પર ઉતરી મેદાનમાં
લખનૌઃસમગ્ર દેશભરમાં કોરોના સામેની લડાઈમાં રસીકરણ અભિયાનને તેજ બનાવાઈ રહ્યું છે. ત્યારે હવે ઉત્તરપ્રદેશની સરકાર રસીકરણને લઈને સકડ બની છે,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં કોરોના રસીકરણની ગતિને ઝડપી બનાવવા સૂચનાઓ આપી છે.
મળતી માહિતી પ્રમાણે સીએમ યોગીએ નવેમ્બરના અંત સુધીમાં 100 ટકા પાત્ર લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવાનો લક્ષ્યાંક નક્કી કરીને તેને પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે. નેશનલ હેલ્થ મિશન) યુપીના જીએમ ડૉ. મનોજ શુક્લાએ આ બાબતે માહિતી આપી છે કે આ વિસ્તારમાં જ લોકોની સુવિધા માટે રસીકરણ બૂથ બનાવવામાં આવ્યા છે, જ્યાં પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.
રાજ્યભરમાં હવે એનજીઓ પણ કોવિડ રસીકરણની ઝડપ વધારવા માટે મેદાનમાં ઉતરશે. આ સંસ્થાઓ રાજ્ય સરકાર સાથે મળીને લોકોને રસીકરણ અંગે જાગૃત કરવા માટે કામ કરશે. આ અભિયાનમાં રાજ્યભરમાં NGOના 10 હજારથી વધુ કાર્યકરો એકત્ર થશે. ક્લસ્ટર મોડલના કારણે નવેમ્બરથી રાજ્યમાં રસીકરણમાં વધારો થયો છે.
રસીકરણ મામલવે યોગી સરકારની તૈયારીઓ
કલસ્ટર મોડલ, શાળા કોલેજોમાં રસીકરણ કેમ્પ, ગામડાઓમાં વધુ બૂથ તેમજ જિલ્લા સંયુક્ત હોસ્પિટલમાં રાત્રે 10 વાગ્યા સુધી રસીકરણ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ વ્યક્તિ કોરોના વાયરસ વિરોધી રસીકરણથી વંચિત ન રહે. દરેક જિલ્લામાં એક કેન્દ્ર પર રાત્રે 10 વાગ્યા સુધી રસીકરણ કરવામાં આવી રહ્યું છે.જેમણે અત્યાર સુધી રસીકરણનો પ્રથમ ડોઝ નથી લીધો તેમની યાદી તૈયાર કરવામાં આવી રહી છે