- કોરોના સંક્રમણને કાબૂમાં લેવાના પ્રયાસ
- યોગી સરકારે કોરોના કર્ફ્યુંમાં કર્યો વધારો
- 17 મેં સુધી પ્રતિબંધો રહેશે અમલમાં
લખનઉ :યુપીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો.અને દિનપ્રતિદિન અસંખ્ય કેસો સામે આવતા હતા.જેને લઈને યોગી સરકારે લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો હતો.જયારે આવતીકાલે આ લોકડાઉન પૂર્ણ થવાને આરે છે.ત્યારે તેના એક દિવસ પહેલા જ લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. આ લોકડાઉનના કારણે કોરોનાના પોઝીટીવ કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.
રાજ્યમાં છેલ્લા બે દિવસમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયા પછી રાજ્ય સરકાર વધુ સતર્ક બની છે.અને કોઈ જોખમ લેવા માંગતી નથી. તેને ધ્યાનમાં રાખીને યોગી સરકારે લોકડાઉન વધારવાનું નક્કી કર્યું છે.રાજ્યમાં 17 મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે.
અધિક મુખ્ય સચિવ નવનીત સહગલે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, તે આંશિક કોરોના કર્ફ્યું જેવું હશે. આ દરમિયાન તમામ આવશ્યક સેવાઓ સેવાઓ શરૂ રહેશે.
ખરેખર પંચાયતની ચૂંટણીઓ બાદ ગ્રામ્યવિસ્તારોમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કર્ફ્યુ હટાવવા પર ગ્રામ્યવિસ્તારોમાં સંક્રમણ વધુ તેજ બની શકે છે.તો આ સાથે 14 મે ના રોજ ઇદનો તહેવાર છે. એવામાં કોઈ જોખમ લીધા વિના લોકડાઉન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે 30 એપ્રિલથી યુપીમાં આંશિક કોરોના કર્ફ્યું છે. તેનું પરિણામએ આવ્યું કે,કોરોનાના સક્રિય કેસોમાં 60 હજારનો ઘટાડો થયો છે.
આ સાથે રાજ્ય સરકારે માસ્ક નહીં પહેરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. માસ્ક વિના બહાર નીકળનારાઓને પહેલીવાર એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. અને બીજી વાર 10 ગણો વધુ દંડ ભરવો પડશે. રાજ્ય સરકારે કોરોના પ્રોટોકોલનું કડક પાલન કરવા નિર્દેશ આપ્યો છે.