Site icon Revoi.in

ગુનેગારો સામે યોગી સરકારેનો એક્શન પ્લાનઃ 2 વર્ષમાં 50 આરોપીની રૂ. 1200 કરોડની સંપતિ જપ્ત કરાશે

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશની યોગી સરકારે ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરી છે. બીજી વખત યોગી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે તેમજ સરકારની કામગીરીથી ડરીથી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીને ડામવા માટે યોગી સરકાર વધુ આક્રમક બની છે. આગામી બે વર્ષ 50 મોટા ગુનેગારો સામે કાર્યવાહી કરવાનો નિર્ધાર કરીને યાદી પણ તૈયાર કરવામાં આવી છે. સીએમ યોગીની માંગ પર યુપી પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી યોજના અનુસાર, આગામી બે વર્ષમાં 50 માફિયાઓની રૂ. 1200 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આગામી લોકસભા ચૂંટણી પહેલા સરકાર ગુનાખોરી સામે કડકાઈ લઈને પોતાની ઈમેજ મજબૂત કરવા માંગે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ યોગી સમક્ષ પોલીસ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં કહેવામાં આવ્યું છે કે, 100 દિવસમાં 25 માફિયાઓને બદલે 50 મોટા માફિયાઓ સામેની કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવશે અને કોર્ટમાં પેન્ડિંગ કેસ સાબિત કરવામાં આવશે. ગેંગસ્ટર એક્ટની કલમ હેઠળ ખાણ, દારૂ, ઢોર, જંગલ, જમીન માફિયાઓની ઓળખ કરીને રૂ. 500 કરોડની જપ્તી કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ટોચના 10 ગુનેગારોની સાથે લગભગ 15,000 ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

યુપી પોલીસે છ મહિનામાં ગેંગસ્ટર એક્ટ હેઠળ રૂ. 800 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તમામ જિલ્લાઓમાં સાંજના સમયે બજારો અને ભીડભાડવાળા સ્થળોએ પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવશે. રાજ્યના 10 જિલ્લાઓમાં હાઈ-ટેક લો એન્ડ ઓર્ડર QRT ટીમોની સ્થાપના કરવામાં આવશે. આતંકવાદ વિરોધી દળ (ATS) એ કહ્યું છે કે ગેરકાયદેસર ધર્માંતરણ, આતંકવાદ, નક્સલવાદ, ગેરકાયદેસર હથિયારોની દાણચોરી, આતંકવાદી ભંડોળ, ISI પાક એજન્ટો, સ્લીપર સેલ, ઓનલાઈન કટ્ટરપંથી, ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી જેવી દેશ વિરોધી પ્રવૃત્તિઓ અંગે કાર્યવાહી કરવામાં આવશે.