Site icon Revoi.in

રાજ્યના કર્મચારીઓને યોગી સરકારની ભેટ,મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

Social Share

લખનઉ:ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના કર્મચારીઓને ભેટ આપી છે.રાજ્ય સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 3 ટકાનો વધારો કર્યો છે.માહિતી અનુસાર, રાજ્ય સરકારે 1 જાન્યુઆરી, 2022 થી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતનો દર 31 ટકાથી વધારીને 34 ટકા કર્યો છે.આનાથી રાજ્યના 22 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.રાજ્યના કર્મચારીઓના 3% ડીએમાં વધારો કર્યા બાદ રાજ્ય સરકાર પર દર મહિને રૂ.220 કરોડનો વધારાનો બોજ પડશે.

યોગી સરકારના નિર્ણય બાદ રાજ્યના કર્મચારીઓને ઓગસ્ટથી ત્રણ ટકાના વધારાના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવશે.એટલે કે રાજ્યના કર્મચારીઓનો વધેલો પગાર ઓગસ્ટ મહિનાના પગારમાં આવશે.વાસ્તવમાં કેન્દ્ર સરકારના ડીએમાં વધારો કર્યા બાદ રાજ્ય સરકાર પર પણ તેને વધારવાનું દબાણ હતું.જેથી સરકારે હવે તેની જાહેરાત કરી છે.

રાજ્યમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના DAમાં વધારો જાન્યુઆરી અને જુલાઈ મહિનાથી લાગુ થશે. કેન્દ્ર સરકારે પણ તેના કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી, 2022થી 31ને બદલે 34 ટકાના દરે DA આપવાનો નિર્ણય કર્યો છે.જે બાદ હવે રાજ્યની યોગી આદિત્યનાથ સરકારે ડીએ વધારીને 34 ટકા કરી દીધો છે.

જાણકારી અનુસાર હવે કર્મચારીઓને 31 ટકાના બદલે 34 ટકા ડીએ મળશે.રાજ્યમાં સરકારે ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે.રાજ્યના કર્મચારીઓના 3% DAમાં વધારો કર્યા બાદ રાજ્ય સરકાર પર દર મહિને રૂ. 220 કરોડનો વધારાનો બોજ પડશે.