Site icon Revoi.in

યોગી સરકારનો આદેશ- 50 ટકા કર્મીઓ સાથે જ ઓફીસમાં થશે કાર્ય

Social Share

લખનૌઃ- દેશભરમાં કોરોનાના વધતાકહેર વચ્ચે અનેક નિયમો લાગૂ કરવામાં આવી રહ્યા છે, જીદા જૂદા રાજ્યોમાં અનેક પ્રકારના પ્રતિબંધો પણ લગાવાયા છે ત્યારે હવે ઉત્તર પ્રદેશની યોગી સરકાર પણ વધતા જતા કેસો વચ્ચે એકર્શન મોડમાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશ સરકારે આવશ્યક સેવાઓ સિવાય રાજ્યની અન્ય તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં એક સમયે માત્ર 50 ટકા કર્મચારીઓની હાજરીની સિસ્ટમ લાગુ કરવાનો આદેશ આપ્યો છે.

આ સાથે જ રાજ્ય સરકારના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના નિવારણ સંબંધિત ઉચ્ચ સ્તરીય બેઠકમાં અધિકારીઓને સૂચના આપી હતી કે હવે આવશ્યક સેવાઓ સિવાય રાજ્યની તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં એક હોવી જોઈએ. માત્ર 50 ટકા કર્મચારીઓને જ બોલાવવાની સિસ્ટમ સમયસર લાગુ કરવી જોઈએ અને જરૂરિયાત મુજબ ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે.

જાણો શું કહ્યું આદેશમાં યોગી સરકારે