- કોરોનાને લઈને યોગી સરકાર બની સતર્ક
- આંતરરાષ્ટ્રીય યાત્રીઓનો કોવિડ ટેસ્ટ હવે બન્યો ફરજિયાત
લખનૌઃ- દેશભરમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે આવની સ્થિતિમાં અનેક રાજ્યોએ માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે તો કેટલાક રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ વધારાયું છએ ત્યારે ઉત્તરપ્રદેશની યોગી સરકાર પણ કોરોનાના વધતા જતા કેસોને લઈને હવે સતર્ક બની છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે યોગી સરકારે ‘ઉચ્ચ પ્રાથમિકતા’ નિર્દેશ જારી કર્યો છે, જે સંબંધિત અધિકારીઓને સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ કરે છે કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સ્ક્રીનિંગ ફરજિયાત કરવામાં આવે.આ તમામ એરપોર્ટ પર ફરજયાત કરાશે. આ સહીત હવેથી તમામ લોકોએ ભીડભાડવાળી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો ફરજિયાત છે.
રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ પ્રમાણે , કોવિડ માટે પોઝિટિવ આવતા તમામ સેમ્પલ ફરજિયાતપણે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવા જોઈએ. ખાનગી અને સરકારી પ્રયોગશાળાઓએ સમગ્ર જીનોમ સિક્વન્સિંગ માટે કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી ના માઇક્રોબાયોલોજી વિભાગને તમામ પોઝિટિવ કોવિડ નમૂનાઓ મોકલવા જોઈએ.
રાજ્ય સચિવ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા રાજ્યભરના તમામ વિભાગીય કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટ, મુખ્ય તબીબી અધિકારીઓ અને અન્ય આરોગ્ય અધિકારીઓને મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારના આદેશમાં વધુમાં જણાવાયું છે કે ઈન્ટીગ્રેટેડ કોવિડ કમાન્ડ સેન્ટરો સક્રિય કરવા જોઈએ.
આ સહીત સર્વેલન્સ ટીમો સક્રિય કરવા જણાવાયું છે, રેપિડ રિસ્પોન્સ ટીમોને સંવેદનશીલ બનાવવી જોઈએ અને જિલ્લા સ્તરે ‘મોનિટરિંગ કમિટી’ની રચના કરવી જોઈએ. આ સાથે, રેપિડ રિસ્પોન્સ ટીમોએ સેમ્પલ ટેસ્ટ પોઝિટિવ આવ્યાના 24 કલાકની અંદર કોવિડ દર્દીઓના નિવાસસ્થાનની મુલાકાત લેવી જોઈએ.