Site icon Revoi.in

મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય વૃક્ષો ફરીથી શોભા વધારશે,યોગી સરકારે સુપ્રીમ કોર્ટ પાસેથી માંગી પરવાનગી

Social Share

દહેરાદુન: ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરામાં ફરી એકવાર તેમની પસંદગીના વૃક્ષો ખીલશે. ઉત્તર પ્રદેશ સરકારે આ માટે સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માંગી છે. યોગી સરકાર શહેરમાં ભગવાન કૃષ્ણની પસંદગીના કદંબ જેવા વૃક્ષો વાવવા માંગે છે અને ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખિત વ્રજ પરિક્રમા વિસ્તારને જંગલો વાવીને તે જ બનાવવા માંગે છે.

યોગી સરકારની આ યોજનાને સુપ્રીમ કોર્ટ તરફથી લીલીઝંડી મળતા જ શહેરમાં વૃક્ષો વાવવાનું કામ શરૂ થઈ જશે. ખરેખર મથુરાનો આ વિસ્તાર તાજ ટ્રેપેઝિયમ ઝોન (ટીટીઝેડ)માં આવે છે અને આ વિસ્તારમાં કોઇ પણ કામ માટે સુપ્રીમ કોર્ટની પરવાનગી જરૂરી છે, તેથી યોગી સરકાર પરવાનગીની રાહ જોઇ રહી છે.

યોગી સરકારના વન વિભાગે અરજીમાં જણાવ્યું છે કે તે ઇકો-રિસ્ટોરેશન અભિયાન શરૂ કરવા માંગે છે જેમાં મૂળ પહોળા પાંદડાની પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવશે. ખાસ કરીને એવા વૃક્ષો જે ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય માનવામાં આવે છે. વન વિભાગે આ વૃક્ષ પર્યાવરણ અને પ્રાણીસૃષ્ટિ માટે જોખમી હોવાથી આ વિસ્તારમાં આક્રમક વિદેશી પ્રજાતિ પ્રોસોપિસ જુલીફ્લોરાને જડમૂળથી ઉખેડી નાખવાની મંજૂરી પણ માંગી છે.

યોગી સરકારની ‘પ્રાચીન વન વિસ્તારનો પુનર્જન્મ’ની યોજના ધાર્મિક દ્રષ્ટિકોણથી શરૂ કરવામાં આવી છે. સરકારે કહ્યું કે અમારા ધાર્મિક ગ્રંથોમાં આ વૃક્ષોનો ઉલ્લેખ છે. સરકારના જણાવ્યા અનુસાર, 48 જંગલો 48 દેવી-દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને તેથી તેમને વ્રજ મંડળ પરિક્રમામાં રોપવામાં આવશે.સરકારના જણાવ્યા અનુસાર, ઉલ્લેખિત જંગલોમાંથી ચાર શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ એક જ નામ અને સ્થળે અસ્તિત્વ ધરાવે છે. બાકીના 37 સ્થળોની પણ ઓળખ કરવામાં આવી છે, જોકે પરિક્રમા વિસ્તારમાં તે વૃક્ષો ક્યાં હતા તે હજુ 7 સ્થળોની ઓળખ કરવામાં આવી રહી છે. સરકાર ઇચ્છે છે કે મથુરા ફરી એકવાર ભગવાન કૃષ્ણના પ્રિય વૃક્ષોથી હરિયાળું થઈ જાય.