- 50 વર્ષની જરુરીયાતને ધ્યાનમાં રાખીને બનશે આ ફિલ્મ સિટી
- યોગી સરકારે આજે બોલિવૂડની હસ્તીઓ સાથે બેઠક યોજી
- આ બેઠકમાં પરેશ રાવલ અને અનુપમ ખૈર સહિતના કલાકારો હાજર રહ્યા
છેલ્લા ઘણા સમયથી યોગી સરકાર દ્વારા ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટી બનાવવાની વાત ચાલી રહી છે ત્યારે આજ રોજ આ અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી આદીત્યનાથ એ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં અપૂર્ણતાનું કોઈ જ સ્થાન નથી, અહી અધુરુ કઈ જ નથી, અહીં રામની અયોધ્યા અને મહાવીરની ઘરતી પણ છે તો સાથે ગંગા, યમૂના અને સરસ્વતીનું સંગમ પણ છે,જે તમામ સંપુર્ણતાના પ્રતિક સમાન છે.
આજે મંગળવારના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ બોલિવૂડ જગતની મોટી મોટી હસ્તીઓ સાથે બેઠક કરી હતી, જેમાં અનુપમ ખૈર, પરેશ રાવલ, ઉદિત નારાયણ, નિતિન દેસાઈ, કૈલાશ ખૈર, અનૂપ ઝલોટા, અશોક પંડિત, સતિશ કૌશિક જેવી અનેક મહાન હસ્તીઓ ઉપસ્થિત રહી હતી, દેમાના સાથે સીએમ એ પ્રસ્તાવિક ફિલ્મ સિટીના રુપમાં વિસ્તારથી ચર્ચા વિચારણા કરી હતી
ઉત્તર પ્રદેશમાં પોતાની આજ પરંપરા અનુસાર ગતિ પ્રદાન કરતા એક ભવ્ય અને તમામની જરુરિયાતો પૂર્ણ કરનાર દિવ્ય અને સર્વ સુવિધાઓથી સજ્જ ફિલ્મ સિટીનો વિકાસ કરવામાં આવશે, જે વિશ્વ માટે એક ભેટ હશે તેના વિકાસ માટે તમામના સૂચનોને આવકારાશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં પ્રકૃતિ અને ભગવાનની અપાર કૃપા છે. ફિલ્મો એ આપણી ભારતીય સંસ્કૃતિનો સમગ્ર દુનિયાને પરિચય કરાવ્યો છે. તે સમાજનું દર્પણ છે. આવી સ્થિતિમાં, ફિલ્મના નિર્માણને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક પ્રતિભાને વિશેષ તકો પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે, ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં આધુનિક ફિલ્મ સિટી અને ઇન્ફોટેનમેન્ટ ઝોન સ્થાપવાનો નિર્ણય કર્યો છે. જેમના વિકાસમાં, આગામી 50 વર્ષની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવશે.
સાહીન-