UPમાં અસામાજીક તત્વોમાં યોગીનો ખોફઃ પોલીસ સ્ટેશનમાં ગુનેગારો નિયમિત હાજરી પુરાવા પહોંચ્યાં
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી આગેવાનીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. પાંચ વર્ષના શાસન દરમિયાન યોગી સરકારે અસામાજીક તત્વો સામે આકરી કાર્યવાહી કરી છે. જેથી ગેરકાયદે પ્રવૃતિ કરનારા અસમાજીકતત્વોમાં ભય ફેલાયો છે. હવે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે, ઉત્તરપ્રદેશમાં ફરીથી યોગી સરકાર બનવા જઈ રહી છે જેથી સહારનપુરમાં ડરેલા અસમાજીક તત્વો પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતા. આ આરોપીઓ પૈકી અનેક આરોપીઓ ગંભીર ગુનામાં જેલવાસ ભોગવીને આવેલા છે. અસામાજીક તત્વોએ પોલીસ સ્ટેશનમાં લાઈન લગાવીને હાજરી પુરાવી હતી. પોલીસ અધિકારીઓ પણ તેમને કાયદાના પાઠ ભણાવી રહ્યાં છે.
યુપીમાં યોગી આદિત્યનાથ સતત યોગ્ય કાયદો વ્યવસ્થાનો ઉલ્લેખ કરે છે. તેમણે પાંચ વર્ષ પહેલા પ્રથમવાર સીએમ તરીકે શપથ લીધા ત્યારે અસમાજીક તત્વોને ગુનાખોરી છોડવા અથવા ઉત્તરપ્રદેશ છોડવા સૂચના આપી હતી. આ વખતે પણ યોગીએ કાયદો-વ્યવસ્થાને લઈને નિવેદન આપ્યું હતું. દરમિયાન ચિલકાના પોલીસ સ્ટેશનમાં અનેક હિસ્ટ્રીશીટર પહોંચ્યા હતા. તેમજ પોલીસ અધિકારી સામે હાજરી પુરાવી હતી. પોલીસ અધિકારીએ તેમને ગુનાખોરીથી દૂર રહેવા સૂચના આપી હતી. એસપી સિટી રાજેશ કુમારએ જણાવ્યું હતું કે, જે હિસ્ટ્રીશીટર હતા અથવા મોટા અપરાધી હતા તેમની ઉપર નજર રાખવામાં આવી રહી છે. ચિલકના પોલીસ સ્ટેશનમાં 8 થી 10 ની સંખ્યામાં હિસ્ટ્રીશીટર હાજર થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર દ્વારા અસમાજીક તત્વો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. એટલું જ નહીં ગુનાખોરીથી એકત્ર કરેલી સંપતિ પણ જપ્ત કરવામાં આવી રહી છે. જેથી અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.