Site icon Revoi.in

તમે પણ રોજ 8 ગ્લાસ પાણી નથી પીતા ?તો આ રોગનું જોખમ વધી શકે છે

Social Share

પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, પાણી આપણા શરીરને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. ખાસ કરીને ઉનાળામાં શરીરને પાણીની જરૂરિયાત ખૂબ જ વધી જાય છે.પરંતુ કેટલાક લોકો બહુ ઓછું પાણી પીવે છે અથવા એમ કહીએ કે તેમને પાણી પીવાનું યાદ નથી.જો તમે પણ કંઈક આવું જ કરો છો તો તમને જણાવી દઈએ કે,પાણી ન પીવાથી તમારા શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે અને તમને ખૂબ જ ખતરનાક બીમારી થઈ શકે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે,વ્યક્તિએ દરરોજ 6 થી 8 ગ્લાસ પાણી પીવું જોઈએ.આમ કરવાથી હાર્ટ ફેલિયર જેવી ખતરનાક બીમારીથી બચી શકાય છે. હાર્ટ ફેલિયર ત્યારે થાય છે જ્યારે હૃદય શરીરના બાકીના ભાગોમાં યોગ્ય રીતે રક્તનું પરિવહન કરી શકતું નથી.સામાન્ય રીતે આવું હૃદયની નબળાઈને કારણે થાય છે.આ એક લાંબી ચાલતી સમસ્યા છે જે સમય જતાં વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.

જો કે કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ બધાની સલાહ માનતા હોય છે અને કેટલીક વાર ન કરવાનું પણ કરી નાખતા હોય છે, અને વધારે અથવા ઓછું પાણી પીવાનું શરૂ કરી દેતા હોય છે. આવામાં તે લોકોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું કે સલાહ લેવા માટે યોગ્ય ડોક્ટરની પાસે જવું અને તે કહે તેમ જ કરવું. ઉલ્લેખનીય છે કે,દરેક વસ્તુ મર્યાદામાં સારી પણ જ્યારે અતિશય થઈ જાય ત્યારે તે હંમેશા હાનિકારક જ હોય છે.