- વધુ જવન વાળી છે સ્ત્રીઓ માટે બેસ્ટ ઓપ્શન છે આ કપડા
- પ્રેગનેટ મહિલાઓ માટે આરામ દાયક કપડા એટલે કફ્તાન
ફેશન વર્લ્ડમાં આજકાલ મહિલાઓ માટે અવનવા પરિધાન જોવા મળે છે, અવનવી ડિઝાઈન અવનવું મટરિયલ્સથી લઈને અવનવી સ્ટાઈલ હવે માર્કેટમાં અવેલિબલ હોય છે, પરંતુ દરેક મહિલાઓ જો પોતાના બોડીશેપ પ્રમાણ કપડાની પસંદગી કરે તો તે દેખાવમાં વધુ સ્ટાઈલિશ અને આકર્ષક દેખાઈ શકે છે, આજે આપણે વાત કરીશું કફ્તાન સ્ટાઈલની.
કફ્તાન સ્ટાઈલના કપડા ખાસ કરીને થોડું વધુ વજન ઘરાવતી મહિલાઓ પર વધારે શોભે છે, આ કફ્તાન સ્ટાઈલના કપડા પહેરવાથી તમારું વજન ઢંકાય જાય છે અને તમને સ્ટાઈલિશ લૂક મળે છે,કફ્તાન સ્ટાઈલ કપડા દેખાવમાં ખૂબ ઢીલા હોય છે જેથી બોડિશેપ દેખાવવાની શક્યતાઓ રહેતી નથી, અને પહેરવામાં પણ તે ખૂબજ અનુકુળ રહે છે.
આ પ્રકારના કફ્તાન સ્ટાઈલના કપડાઓ સ્થૂળ અથવા તો પ્રેગ્નન્ટ સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત છે. કફ્તાન કુર્તી ફુલ કફતાન ગાઉનનું નવું વર્ઝન ગણાય છે. જેને ઓફિસ વેર તેમજ પાર્ટી વેર તરીકે કોઈ પણ પહેરી શકે છે, પહેરવામાં થોડા ફ્રી કફ્તાનની ખાસિયત એ છે કે તે વધારે ફિટિંગમાં સારું લાગતું નથી તે હંમેશા ઢીલુઢબ જ હોય છે. આથી સ્થૂળ શરીરની યુવતીઓ તેને ડેનિમ કે કેપ્રી સાથે પહેરીને પોતાને પરફએક્ટ દેખાવ આપી શકે છે.
જોકે પહેલા. કફ્તાન સ્ટાઇલ માત્ર ગાઉનમાં જ જોવા મળતી હતી ત્યારે તેની ફેશનનો એટલો ક્રેઝ નહોતો, પહેલાના દા.કાની હિરોહીનો ફિલ્મમાં કફ્તાન સ્ટાઈલના ગોઉન પહેરતી જોવા મળતી હતી, જો કે સમય બદલાતા હવે તેનો ક્રેઝ વધ્યો છે, તેનું કારણ એ છે કે હવે કફ્તાન સ્ટાઈલમાં ટોપ, કુર્તીઓ પણ અવનવી ડિઝાઈન સાથએ આવી ગઈ છે.કફ્તાન કુર્તી અને ટોપમાં ઘણાખરાં હળવા એટલે કે ફ્લોઇંગ ફેબ્રિક્સ જ વાપરવામાં આવે છે. જેમ કે શિફોન, જ્યોર્જેટ અને નેટ ફ્લોઇ ફેબ્રિકમાં મળતાં હોવાથી ચોઈસ વધુ મળે છે.
આ પ્રકારના કપડા શરીરને ચોંટતા નથી જેથી તે કમ્ફર્ટેબલ કહી શકાય છે, ગરમીમાં આ પ્રકારના કપડા વધુ અનુકુળ આરામદાયક રહે છે, કફ્તાન મોટા એક લંબચોરસ કપડાના ટુકડામાંથી બનાવવામાં આવે છે અખાતના દેશોમાં મુસ્લિમ સ્ત્રીઓ કફતાન પહેરે છે તેમાં બાંય પહોળી હોય છે અને કફતાનની લંબાઈ બુરખાની જેમ છેક પગ સુધીની હોય છે.