અમદાવાદઃ જીએસટીની આંટાઘૂટીમાં હજુ પણ વેપારીઓ અસમજસભરી સ્થિતિમાં હોય છે. ગણા વેપારીઓએ રિટર્ન ભર્યા બાદ કોઈ ક્ષતિ જોવા મળે કે તેઓ રિટર્નમાં સુધારા કરી શકતા નહતા. આ સંદર્ભે રજુઆતો કર્યા બાદ જીએસટીએનએ નાણાકીય વર્ષ 2021-22ના વર્ષના રિટર્નમાં સુધારા કરવાની મંજૂરી આપી છે. જેમાં કરદાતા 30 નવેમ્બર સુધી કરદાતા સુધારા-વધારા કરી શકશે. કોષ્ટક 4એ, 4બી, 6બી 6સી અને બીટુબી ઈનવોઈસ સેસમાં પહેલેથી જ નોંધાયેલ છે. કરદાતાને નાણાકીય વર્ષ અને ઈનવોઈસ નંબર આપવો પડશે અને ઈનવોઈસ શોધવા માટે એમેન્ડ રેકોર્ડ પર ક્લિક કરવું પડશે. કરદાતાને માત્ર ત્રણ દિવસમાં તમામ સુધારા કરીને 11 નવેમ્બર પહેલા જીએસટીઆર-1 રિટર્ન પહેલા કરવા પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2021-22ના વર્ષમાં જીએસટી કાયદામાં ફેરફાર કરીને વેચાણ બિલોમાં 30 નવેમ્બર સુધી સુધારા કરી શકાશે. આ પહેલાના વર્ષોમાં 30 ઓકટોબર સુધી સુધારા કરી શકાતા હતા. આમ આ વર્ષે 30 દિવસના સમયમાં વધારો કરાયો છે. સરકારે જાહેર કરેલા સુધારાને જીએસટીએન નેટવર્ક ઉપર સુધારા કરાયા ન હોતા. જેને પાછળથી શરૂ કરાતા હવે સુધારા થઇ શકશે. જેના કારણે કરદાતા વેચાણ કરેલા બિલોમાં રહેલી ભૂલ સુધારી શકતા ન હોતા. આમ આને લઇને જીએસટીએન પોર્ટલે જરૂરી તમામ ફેરફાર કરીને કરદાતા તેમના બિલોમાં સુધારા કરી શકશે. આથી વેપારીને રિટર્ન ભર્યા બાદ કોઈ ક્ષતિ જણાય તો 30મી નવેમ્બર સુધી સુધારા-વધારા કરી શકશે. આ નિર્ણયની ટેક્સ કન્સલ્ટનને પણ રાહત રહેશે.