Site icon Revoi.in

સવારના નાસ્તામાં તમે આ દેશી બદામનો પણ કરો ઉપયોગ, પલાળેલી મગફળીથી આરોગ્યને થાય છે આટલા ફાયદા

Social Share

 

ચોમાસામાં આપણે બહારનો ખોરાક ખાવાનું ટાળતા હોઈએ છીએ ખાસ કરીને ઘરનું વધારે પસંદ કરીએ છીએ આવા સમયે સવારના નાસ્તામાં ઓપ્શન્સ જોઈતા હોય તો તમારે નાસ્તામાં સુકામેવા ખાવા જોઈએ આ સહીત મગફળીને રાત્રે પાણીામં પલાળીને સવારે તેને એક તવી પર શેકી લેવી અને ત્યાર બાગદ તેને નાસ્તામાં ખાવી જોઈએ જેનાથી આરોગ્યને ઘણા ફાયદાઓ થાય છે.

ખાસ કરીને  મગફળીના દાણામાં પ્રોટીન સમાયેલું છે જેથી વેજ લોકો માટે નમગફળી પ્રોટીનનો બેસ્ટ સ્ત્રોત માનવામાં આવે છે.જે ઘણી બીમારીથી રાહત આપે છે. મગફળીમાં ઈંડા જેટલું પ્રોટીન હોય છે.તો સાથે જ, 100 ગ્રામ કાચી મગફળીમાં એક લિટર દૂધ જેટલું પ્રોટીન પણ સમાયેલું હોય છે.આ સાથે જ મગફળીના બીન્સમાં પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમ વગેરે જેવા ઘણા પોષક તત્વો જે પાચનક્રિયા સુધારવાનું મોટૂ કરામ કરે છે.

કાચી મગફળીને પાણીમાં પલાળીને ખાવામાં આવે તો તેને કોઈપણ ઋતુમાં ગમે ત્યારે ખાઈ શકાય છે. આ કારણે મગફળીના ગુણો વધુ વધે છે. પલાળેલી મગફળી શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છેપલાળીને જો મગફળીનું સેવન કરવામાં આવે તો તેનાથી પાચન શક્તિ મજબૂત બને છે.દરરોજ સવારે ખાલી પેટ પલાળેલી મગફળીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.આ સાથે જ શરીરમાં એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, ફોલેટ, કેલ્શિયમ અને ઝિંક જેવા પોષક તત્વની ઉણપ દૂર થાય છેય.

મગફળીના સેવનથી ઘણી બીમારી દૂર થાય છે. તેમાં રહેલું મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે.જેથી હૃદયના દર્દીઓ માટે લાભકારી ગણાય છે આ સાથે જ જોકાચી મગફળીને પલાળીને ખાવામાં આવે તો પલાળેલી મગફળી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મોટી મદદ મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ કારગાર સાબિત થાય છે.