Site icon Revoi.in

ખીલના ડાઘ સમસ્યાથી મેળવી શકો છો રાહત, ઘરે બનાવેલા ફેસપેકનો કરો ઉપયોગ

Social Share

જવાનીમાં કેટલાક શારીરીક ફેરફાર થવાના કારણે ખીલ થતા હોય છે.  ખીલ થવા તે સામાન્ય વાત છે, જાણકારો આ બાબતે કહે છે કે શરીરમાં થતા હોર્મોનલ બદલાવના કારણે ખીલ થતા હોય છે પણ સમય જતા તે મટી પણ જાય છે. આખરે યુવાનોને ચિંતા જે સતાવતી હોય છે તે હોય છે ખીલના ડાઘની. યુવાનોને ખીલના ડાઘ રહી જવાની ચિંતા સતાવતી રહેતી હોય છે પણ હવે તેને ઘરેલું ઉપાયથી જ દુર કરી શકાશે.

જો વાત કરવામાં આવે મધ અને લસણની તો આ બંનેમાં ઘણા ઓષધીય ગુણો છે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે. ખીલ માટે, તેને ત્વચાના ખીલગ્રસ્ત વિસ્તાર પર લગાવું જોઈએ, જે ત્વચાને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. લસણ અને મધને પીસીને કોટનથી અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. તેને 20 મિનિટ સુધી રાખો અને પછી પાણીથી સાફ કરી લેવું જોઈએ.

ઘરમાં તજ અને મધ બંને સરળતાથી મળી રહે અને તે સામગ્રીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે જે ખીલ માટે સારો ઈલાજ છે. બંનેને એકસાથે મિક્સ કરીને ત્વચા પર લગાવવાથી ફાયદો થાય છે. આને લગાવવાની રીત એવી છે કે તે સુકાઈ જાય ત્યાં સુધી તેને રહેવા દેવું જોઈએ અને તે પછી તેને સ્વચ્છ પાણીથી ધોવું જોઈએ. આમ કરવાથી ત્વચા કુદરતી રીતે ચમકદાર બને  છે.

એલોવેરા ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. આને કેટલાક લોકો કુંવરપાઠું પણ કહે છે. આ બળતરા થતી અટકાવે છે અને સાથે તે ગુણર્મોથી ભરપૂર છે. હળદર ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. આ પેક તમારી ત્વચાને સાફ કરવામાં અને ડાઘ દૂર કરવામાં મદદ કરે છે.