Site icon Revoi.in

હવે ઈન્ટરનેટ વગર પણ તમે કરી શકશો ડિજીટલ પેમેન્ટ- સરકારે શરુ કરી આ નવી સેવા

Social Share

સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ઈન્ટરનેટ વગર કોઈ પણ પ્રકારની બેન્કિંગ સેવા કે પૈસાની લેવડ કે દેવડ કરી શકાતી નથી,વગર ઈન્ટરનેટના કારણે ડિજીટલ પેમેન્ટ શક્ય નથી,ત્યારે હવે રિઝર્વ બેંક એ એવી એવી સુવિધા વિકસાવી છે કે જેના માધ્યમ થકી ઈન્ટરનેટ ડેટા વગર પણ આપણે ડિજીટલ માધ્યમથી લેવડ દેવડ કરી શકીશું.

રિઝર્વ બેંક એ ઓફલાઈન અર્થાત વગર ઈન્ટરનેટના કાર્ડ અને મોબાઈલ માધ્યમથી નાની રકમની ચૂકવણી કરવાની પરવાનગી આપી દીધી છે.આ સુવિધા હેઠળ એક વારમાં 200 રુપિયા સુધીની લેવડ દેવડ કરી શકાશે,જે બિલકુલ ઈન્ટરન્ટ મૂક્ત હશે,સરકારની આ સુવિધાનો સૌ પ્રથમ હેતું એવા વિસ્તારો માટે છે કે, જ્યા ઈન્ટરનેટ સુવિધાની કનેક્ટિવિટી નબળી છે.જેથી આ પ્રકારના વિસ્તારના લોકો ઓફલાઈન પેમેન્ટ કરી શકે.

કેન્દ્રીય બેંક દ્વારા આપવામાં આવેલી સુચનાઓ મુજબ પાયલટ યોજના હેઠળ પેમેન્ટ કાર્ડ,વોલેટ અથવા મોબાઈલ જેવા માધ્યમોથી શક્ય બનશે,આ પ્રકારથી લેનદેન માટે કોઈ પણ બીજા પુરાવાની જરુર નહી પડે.

જો કે, હાલમાં સિંગલ પેમેન્ટ માટેની મર્યાદા 200 રુપિયા સુધીની નક્કી કરવામાં આવી છે.ભવિષ્યામાં તેનો ઉપયોગ જોતા તે વધારવામાં આવી શકે છે,હાલમાં આ યોજનાને પાયલટ યોજના હેઠળ કાર્યરત કરવામાં આવશે,  ત્યાર બાદ આરબીઆઈ ઔપચારિક વ્યવસ્થા સ્થાપિત કરવા બાબતે નિર્ણય લેશે, ત્યારે આ પાયલટ યોજના 31 માર્ચ વર્ષ 2021 સુધી ચલાવવામાં આવશે

આ યોજના બાબતે આરબીઆઈ જણાવ્યું કે, દુર તેમજ અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટ કનેક્શનનો અભાવ અથવા તો તેની કનેક્ટિવિટી નબળી હોવાથી પેમેન્ટ કરવા કે લેવાની બાબતોમાં અનેક અડચણ આવતી હતી,આ સમસ્યાને જોતા મોબાઈલ ,કાર્ડ કે વોલેટ જેવા માધ્યમો દ્વારા ઓફલાઈન પેમેન્ટની સુવિધા વિકસાવવામાં આવી છે.

આ યોજના થકી ડિજીટલ પેમેન્ટનો વ્યાપ વધવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે.કારણ કે, આ એક એવી યોજના છે કે, જે સામાન્યથી સામાન્ય માણસ પણ તેમા જોડાઈ શકે છે અને તેનો લાભ લઈ શકે છે,જેમાં ઈન્ટરનેટની જરા પણ અનિવાર્યતા છે જ નહી.જેથી અમુક અંતરીયાળ ગામડાઓમાં નાના-નાના ગલ્લા વાળાઓથી લઈને નાની નાની દુકાનો કે મજુરી કામ કરતા દરેક લોકો કે જેઓ મોબાઈલ કે કાર્ડ ધરાવે છે તે આ સેવાનો મહત્તમ ઉપયોગ કરીને તેનો લાભ મેળવી શકે છે.

આ સાથે જ આ સેવામાં ફરીયાદના સમાધાન માટેની વ્યવસ્થા નિયમ આધારિત અને પારદર્શક હશે,જેમાં વચ્ચગાળા  સ્થિતિમાં વ્યક્તિ નહી હોય અને જો એમ હશે તો પણ નહીવત,આ પહેલનો હેતું વિવાદો અને ફરિયાદોનું સમયસર અને અસરકારક રિતે સમાધાન કરવાનો હશે

સાહીન-