Site icon Revoi.in

લીંબૂનો ઉપયોગ કરીને તમે તમારા નખને લાંબા અને સુંદર બનાવી શકો છો

Social Share

મોટાભાગની છોકરીઓ તેમના નખ વધારવા માંગે છે. ઘણા પ્રયત્નો પછી પણ પોતાના નખ મોટા નથી કરી શકતી. તમે નખ વધારવા માંગો છો તો આ વસ્તુનો ઉપયોગ કરો. છોકરીઓ તેમના નખ વધારવા માટે ઘણા પ્રયત્નો કરે છે, પણ તેમ છતાં તેમને રાહત નથી મળતી. આવી સ્થિતિમાં તમે લીંબુનો ઉપયોગ કરીને નખને મોટા બનાવી શકો છો

લીંબુમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે નખ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એક ચમચી લીંબુના રસમાં એક ચમચી મીઠું મિક્સ કરો અને આ મિશ્રણને તમારા નખ પર 10 મિનિટ સુધી લગાવો. પછી ધોઈ લો.

એક ચમચી લીંબુના રસમાં એક ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરો, આ મિશ્રણને નખ પર 10 મિનિટ સુધી લગાવો અને પછી ધોઈ લો. નખ પર લીંબુનો રસ લગાવ્યા પછી સનસ્ક્રીનનો ચોક્કસ ઉપયોગ કરો. જો તમારા નખ પર કોઈ ઘા હોય તો લીંબુનો ઉપયોગ કરવાનું ટાળો.