Site icon Revoi.in

હવે તમે ટ્વિટરના ટ્વિટની કોપી-પેસ્ટ નહિ કરી શકો – કંપનીએ લીધો આ ખાસ નિર્ણય

Social Share

સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા ખુબ જ મહત્વનું સ્થાન બની ગયું છે, અનેક અવનવી માહિતી હોય, કે સમાચાર સોશિયલ મીડિયા થકી વિશ્વના કોઈ પણ ખૂણેથી આપણે મેળવી શકીએ છે, આ સમગ્ર બાબતમાં ટ્વિટરના માધ્યમને અધિકૃત ગણવામાં આવે છે, કોઈપણ સાચી જાણકારી કે સમાચાર ટ્વિટર થકી આપવામાં આવે છે ત્યારે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્વિટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ટ્વિટર પરથી કોપી-પેસ્ટ કરેલી કોઈ પણ માહિતી હશે જેને સંતાડવામાં આવશે ,અટલે કે કોઈ પણ એક ટ્વિટર એકાઉન્ટ પર શેર થયેલી કોઈ પણ સામગ્રી ઘણા યૂઝર્સ કોપી પેસ્ટ કરીને યૂઝ કરશે તો તેને ટાઈવલાઈન પરથી ખસેડી દેવામાં આવશે, ઉલ્લેખનીય છે કે ટ્વિટરના આ નિર્ણયથી જે તે સંસ્થાઓ કે પોર્ટીના ટ્વિટિર હેન્ટલ કરતા લોકોની હવે મુશ્કેલી વધી શકે છે.

ટ્વિટર દ્વારા આ માહિતી ટ્વિટ કરીને આપવામાં આવી છે, આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે, કેટલાક સમયથી ટ્વિટરની કોપી-પેસ્ટ કરવાની ઘટનામાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે, એક ટ્વિટને લાખો લોકો કોપી પેસ્ટ કરીને વાપરી રહ્યા હોય છે ત્યારે હવે આ નિર્ણય લેવો મહત્વનો બન્યો છે. હવેથી આ પ્રકારની આવતી ટ્વિટને હવે ટ્વિટર ટાઈનલાઈનમાંથી હટાવી દેવાશે, વિશ્વમાં ઓનલાઈન માહિતીને શેર કરવાનો ક્રેઝ ખુબજ વધ્યો છે, જેના થકી એકજ માહિતી વારંવાર કોપી પેસ્ટ થતી હોય છે.

આ સમગ્ર બાબતે ટ્વિટર દ્વારા એક મહત્વનું ફિચર રજુ કરવામાં આવ્યુ છે જેનાથી હવે તમારા મોબાઈલમાં આપેલા આ ફિટરછઈ તમે ટ્વિટરમાં કોપી પેસ્ટના ઓપ્શનને ઓફ કરી શકો છો.હાલમાં જ આ. કંપની થકી તાજેતરમાં જ ‘Retweet with quote’ ફીચર પણ રજુ કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, ટ્વિટનો કોપી પેસ્ટ કરીને વધુ કરીને ઉપયોગ કોઈ અભિયાન માટે ખાસ કરવામાં આવે છે.

સાહીન-