Site icon Revoi.in

દરરોજ યોગ કરવાથી નિરોગી રહી શકાય: કેન્દ્રીય રાજ્યમંત્રી રાવ સાહેબ દાનવે

Social Share

અમદાવાદઃ દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ “માનવતા માટે યોગ” રાખવામાં આવી હતી. દેશના 75 આઇકોનીક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પૈકી આયુષ મંત્રાલય દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દીવના કિલ્લામાં પણ સવારના 6 વાગ્યા યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી દરમિયાન કેન્દ્રીય રેલવે, કોલસા, ખાણ રાજ્ય મંત્રી રાવ સાહેબ દાનવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રેલવે મંત્રી રાવ સાહેબ દાનવેએ લોકોને યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે યોગ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે લોકો એ દરરોજ યોગ કરવો જેથી નિરોગી રહી શકાય.

મંત્રી રાવસાહેબ દાનવે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસના કારણે આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દિવના ફોર્ટમાં યોગનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. યોગના કાર્યકમ પછી મંત્રી આઈએનએસ ખુકરી યુદ્ધ જહાજની મુલાકાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ યુદ્ધ જહાજથી પર્યટકો ને યુદ્ધ અને વીર જવાનોના કાર્યથી પ્રેરણા મળશે. દીવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દીવ કિલ્લામાં 27 જગ્યાઓ પર અધિકારીગણ, વિધાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આજના દિવસે યોગા કર્યા હતા. કાર્યક્રમમાં ૩૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો, અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવ્યો હતો. પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “શાંતિમ યોગેન વિન્દતિ”: કર્ણાટકના મૈસુરમાં પીએમ મોદીએ યોગ દિવસની કરી ઉજવણી