Site icon Revoi.in

કોહિનૂર હિરા વિશે તમે સાંભળ્યું હશે, પણ શું તમે જાણો છો તેના વિશેની આ રસપ્રદ વાતો

Social Share

સામાન્ય રીતે સારા દિકરાની ઉપમાં આપવા માટે આપણો કોહિનૂર હીરોનું નામ લેતા હોઈ છે, વાત વાતમાં કોહિનૂરનું નામ લેતા હોય છે, કારણ કે હીરાનો રાજા કોહિનૂર હીરાને કહેવામાં આવે છે.આ અમૂલ્ય રત્ન છે. દુનિયામાં હીરાની કોઈ કમી નથી. તમને વિવિધ પ્રકારના હીરા જોવા મળશે. આફ્રિકામાં હીરાની ખાણો છે જ્યાં કિંમતી હીરા મળી આવે છે. પરંતુ, દુનિયામાં કેટલાક એવા હીરા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ હીરામાંથી એક છે કોહિનૂર. કોહિનૂર હીરાને એક સમયે વિશ્વનો સૌથી મોટો હીરો માનવામાં આવતો હતો.

જો કે તમને જાણીને નવાઈ લાગશે કે હવે આ હીરા ભારતમાં નથી. હાલમાં આ હીરા ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથ દ્વિતીયના તાજને શોભે છે. આ હીરાની શોધ આંધ્રપ્રદેશના ગોલકોંડામાં થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અસલી કોહિનૂર હીરા 793 કેરેટનો હતો. પરંતુ, હવે તે ઘટીને માત્ર 105.6 કેરેટ થયો છે. આ હીરાનું વજન 21.6 ગ્રામ છે. જ્યારે આ હીરો મુઘલ બાદશાહ બાબર પાસે હતો ત્યારે તેને “બાબરનો હીરા” તરીકે પણ ઓળખવામાં આવતો હતો.

હીરા વિશે આશ્ચર્યજનક બાબત એ છે કે તેને ઈરાનના શાસક નાદિર શાહે “કોહિનૂર” નામ આપ્યું હતું. વર્ષ 1738માં નાદિર શાહે દિલ્હીના તત્કાલિન શાસક મોહમ્મદ શાહને એક યુદ્ધમાં હરાવ્યા અને તેને બંદી બનાવી લીધા. આ પછી તેણે મોહમ્મદ શાહનો તમામ ખજાનો લૂંટી લીધો જેમાં કોહિનૂર હીરાનો પણ સમાવેશ થાય છે.

તમે ‘કોહિનૂર’ વિશે ઘણી વાતો સાંભળી હશે. પરંતુ, આ હીરો ક્યારે બન્યો તેનું રહસ્ય આજે પણ અકબંધ છે. કેટલાક કહે છે કે આ હીરા લગભગ 5 હજાર વર્ષ પહેલા મળી આવ્યો હતો. પરંતુ કોને અને ક્યારે મળી તેનો કોઈ લેખિત પુરાવો નથી.

આ હીરા ભારતમાં ઘણા રાજાઓ અને મુઘલ શાસકો પાસે રહ્યા હતા. પરંતુ 1813માં આ હીરા શીખ રાજા મહારાજા રણજીત સિંહ પાસે આવ્યો હતો. રણજીત સિંહ આ હીરાને પોતાના તાજમાં પહેરાવતા હતા. 1839માં જ્યારે તેમનું અવસાન થયું ત્યારે આ હીરો તેમના પુત્ર દિલીપ સિંહ પાસે આવ્યો હતો, પરંતુ 1849માં બ્રિટને તેમને હરાવીને એક સંધિ કરી હતી, જે મુજબ કોહિનૂર હીરાને ઈંગ્લેન્ડની રાણીને સોંપવો પડ્યો હતો અને ત્યારથી આજદિન સુધી ત્યા જ છે.