- નદીમાં સિક્કા નાખવા પાછળ ઘાર્મિક કારણ
- પરંપરાથી નદીમાં સિક્કા નાખવામાં આવી રહ્યા છે
આપણે દરેક લોકોએ ક્યારેકને ક્યારેક તો નદીમાં સિક્કાઓ નાખ્યા જ હશે, ખાસ કરીને જ્યારે ટ્રેનમાં કે બસમાંથી પસાર થતા હોય અને નદી આવે એટલે તરત જ બારી પાસે જઈને હાથ લાંબો કરીને નદીમાં રુપિયા .2 રુપિયા કે 5નો સિક્કો નાખતા હોય છે, જો કે આપણે આમ કર્યું છે અને બીજા ઘણા લોકો કરે છે પણ શું તેનું કારણ તમને ખબર છે, નહી તો ચાલો જાણીએ.
નદી માં સિક્કો નાખવાના પૌરાણિક કારણ છે ઘણા લોકો એવું વિચારે છે કે આવું કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.અથવા તો આપણું કંઈક સારુ થશે એટલે કે આપણાને લાભ થશે.
જે સમયે નદીમાં સિક્કા નાખવાની પ્રથા હતી ત્યારે ખાસ કરીને તાંબાના સિક્કાનો ઉપયોગ થતો હતો. પાણી શુદ્ધિકરણ માટે તાંબાનો ઉપયોગ થાય છે. એટલા માટે જ્યારે પણ લોકો નદી કે કોઈપણ તળાવની આસપાસથી પસાર થતા ત્યારે તેમાં તાંબાનો સિક્કો નાખતા હતાજેથી પાણી શુદ્ધ રહે.
આ સાથે જ ઘણા જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો લોકોએ ખામીઓને દૂર કરવી હોય તેના માટે સિક્કા અને કેટલીક પૂજા સામગ્રી પાણીમાં હવેતી કરવી જોઈએ અને તેના કારણે પણ લોકો નદીમાં સિક્કા નાખતા થાય છે.
જો કે આજના યુગની વાત કરીએ તો હવે નદીમાં નાખવામાં આવેલો સિક્કાઓ જ્યારે પાણી ઓછુ થાય છે ત્યારે નાવિકો તેને કાઢીલે છે, રોજીરોટીની શોધમાં હવે ઓછું પાણી થતાની સાતે જ લોકો નદીમાં સિક્કાની શઓધ કરે છે અને મોટા ભાગે તેઓને મોટી રકમ પણ આ નદીઓમાંથી મળે છે.