આપણે બધા સ્માર્ટફોનમાં કવરનો ઉપયોગ કરીએ છીએ. તેનું મુખ્ય કારણ એ છે કે આજના ફોન કાચની બોડી સાથે આવી રહ્યા છે જે ખૂબ જ સરકી જાય છે. આવામં સુરક્ષા માટે કવરનો ઉપયોગ કરવામાં આવે છે પણ ઘણા ઓછા લોકો કવરનો ઉપયોગ કરવાથી નુકશાન થાય છે તે ખુબ ઓછા લોકોને ખબર છે.
બેટરીને ખરાબ કરી શકે છે
બેક કવર તમારા ફોનની બેટરીને પણ અસર કરી શકે છે. તમે જાડું બેક કવર લગાવો છો, ત્યારે ફોનની બેટરી ચાર્જ કરતી વખતે સરખી રીતે એડજસ્ટ થઈ શકતું નથી અને આનાથી બેટરીના પરફોમન્સમાં કમી આવી શકે છે.
વાયરલેસ સિગ્નલનો અભાવ
કેટલાક બેક કવર વાયરલેસ સિગ્નલોમાં દખલ કરી શકે છે, જે મોબાઈલ ડેટા કનેક્શન અને કોલની ક્વોલિટી પર અસર કરી શકે છે.
બેક કવરથી સસેંસેટિવ કંપોનન્ટ્સ થઈ શકે છે ખરાબ
કેટલાક બેક કવર મોબાઈલ ડિવાઈસના સેંસેટિવ કંપોનન્ટ્સને પ્રભાવિત કરી શકે છે, જેમ કે GPS, NFC વાયરલેસ કનેક્ટેવિટી. જેમ કે તમારી ખાતરી કરવી જોઈએ કે તમારું બેક કવર આ કંપોનન્ટ્સને અવરોધતું નથી. આનો અર્થ એ છે કે ઘણી વખત તમને પાછલા કવરમાંથી નેટવર્ક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તે ઘટકોને પણ નુકસાન પહોંચાડી શકે છે.
હીટિંગની સમસ્યા
કેટલાક બેક કવર મોબાઇલ ડિવાઈસમાં હીટિંગની સમસ્યામાં વધારો કરી શકે છે, જે સ્માર્ટફોનના પરફોર્મન્સ ખુબ ઓછુ થઈ જાય છે. વધારે હીટિંગ થવાથી ફોનના પરફોર્મન્સમાં ઘટાડો થાય છે પણ તે ફોન અને એપ્સને નોંધપાત્ર રીતે ધીમું પણ કરી શકે છે.