Site icon Revoi.in

પેપર બેગ તમે યૂઝ તો કરી જ હશે? જાણો તે કઈ રીતે બની અને ક્યારથી તેનો ઉપયોગ કરાયો

Social Share

સિંગલ યૂઝ પ્લાસ્ટિક હવે દેશના ઘણા વિસ્તારોમાં બેન થઈ ચૂક્યું છે ત્યારે પેપર બેગની ડિમાન્ડ વધી રહી છે, સબજી લેવા જાવો, કે શોપમાં ગ્રોસરી લેવા જાઓ કે પછી મોલમાં કપડા કે જરુરી ચીજ-વસ્તુઓ લેવા જાઓ દરેક જગ્યાએ હવે તમને પેપેર બેગ આપવામાં આવે છે આ સાથે જ દર વર્ષે 12મી જુલાઈના રોજ પેપર બેગ ડે ઉજવવામાં આવે છે. પ્લાસ્ટિક માત્ર રસ્તાઓ પરની ગંદકીનું કારણ નથી પરંતું દરિયામાંં પણ માછલીઓ જંતુઓને નુકાશન કરે છે કારણ કે નષ્ટ નથી થતું જ્યારે પેપર બેગસરળતાથી નાશ પામે છે અને તે પ્રદૂષણ પણ ફેલાવતું નથી. પણ શું તમે જાણો છો કઈ રીતે પેપેર બેગ અસ્તિત્વમાં આવી ,જો નહી તો ચાલો જાણીએ તેનો ઈતિહાસ

શું છે પેપર બેગનો ઈતિહાસ

એક અમેરિકન શોધક ફ્રાન્સિસ વોલે વર્ષ 1852માં પ્રથમ પેપર બેગ બનાવવાનું મશીન બનાવ્યું હતું. વર્ષ 1871 માં, માર્ગારેટ ઇ નાઈટે ફરીથી ફ્લેટ બોટમ બેગ બનાવવાનું મશીન વિકસાવ્યું. તે એક મહાન ક્રાંતિ માનવામાં આવતું હતું અને તેનો ઉપયોગ કરિયાણાની દુકાનોમાં વ્યાપકપણે થતો હતો. વર્ષોથી, આ બેગની ઘણી વિવિધતાઓ સામે આવી છે અને તેની ડિઝાઇનિંગ વધુ સારી થતી રહે છે.હવે તે અનેક રીતે ઇપલબ્ધ છે.

હવે પ્લાસ્ટિકના કારણે થતા પ્રદૂષણને રોકવા માટે તેને સૌથી અસરકારક શસ્ત્ર માનવામાં આવે છે. ભારત સહિત ઘણા દેશોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આનાથી મોટો બદલાવ આવશે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને કાગળની બનેલી થેલીઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં 12 જુલાઈની ઉજવણી કરવામાં આવે છે.

પેપર બેગની ખાસ વાત એ છે કે તેને 100 ટકા સુધી રિસાયકલ કરી શકાય છે. તેમજ કાગળની થેલીઓ બનાવવામાં ઓછી ઉર્જાનો વપરાશ થાય છે અને તેનો ઉપયોગ ખાતર બનાવવામાં પણ કરી શકાય છે.કાગળની થેલીઓ કોઈપણ પ્રાણીને એટલું નુકસાન કરતી નથી જેટલું પ્લાસ્ટિક કરવામાં આવે છે.