દેશમાં દરરોજ નવા નવા સ્કેમ સામે આવી રહ્યા છે. આ સ્કેમને રોકવા માટે, ટ્રાઈએ થોડા મહિના પહેલા કોલ ટ્રાન્સફરની સુવિધા ખતમ કરી દીધી હતી પણ તે પછી છેતરપિંડી કરનારાઓએ નવો રસ્તો શોધી કાઢ્યો છે. સાયબર ઠગ લોકોને ફોન કરીને કહી રહ્યા છે કે તેઓ TRAI વતી બોલી રહ્યા છે અને તમારો નંબર સ્વીચ ઓફ થવાનો છે. જો તમે તમારો ફોન નંબર સક્રિય રાખવા માંગતા હોવ તો 0 દબાવો.
આ સ્કેમને લાઈને TRAIએ લોકોને aએલર્ટ કર્યા છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોની ફેક્ટ ચેક ટીમએ એક ઓડિઓ શેર કરતા લોકોને આ સ્કેમ વિશે ચેતવણી આપી છે. પીઆઈબીએ તેની પોસ્ટમાં કહ્યું છે કે, “શું તમને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી એવો પણ કોલ આવી રહ્યો છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફોનના અસામાન્ય વર્તનને કારણે તમારો મોબાઈલ નંબર ટૂંક સમયમાં બ્લોક થઈ જશે? TRAI ગ્રાહકોને નંબર પ્રદાન કરી રહી છે. ડિસ્કનેક્શન નહીં પરિણામે કૉલ્સ અથવા સંદેશા મોકલવામાં આવે છે.”
#CyberScam#TRAIAlert#PhoneScam#FraudPrevention#TelecomFraud#ScamAlert#CyberSafety#FakeCalls#ConsumerProtection#ScamAwareness#FactCheck#PIBFactCheck#TelecomRegulation#PhoneSecurity#StayAlert