TMKOCમાં કામ કરનારી દયાની છે અધધ ઈન્કમ,જાણીને તમે પણ ચોંકી જશો
- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ
- દયાની એક એપિસોડની કમાણી લાખો રૂપિયા
- તેની પ્રોપર્ટી જાણીને તમે પણ જાણીને ચોંકી જશો
મુંબઈ:હાલમાં એક રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે કે દિશા વાકાણી કે જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં દયાબેનનું પાત્ર ભજવતા હતા તેમની આવક લાખો રૂપિયામાં છે અને તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. તેમની નેટવર્થ કરોડોમાં છે. કારણ કે તેમને શો વચ્ચે ખૂબ જ ભારે ફી આપવામાં આવી હતી.
‘TMKOC’ માટે પ્રતિ એપિસોડ 1 થી 1.5 લાખ, અને વર્ષ 2017 માં આશરે રૂ. 20 લાખ પ્રતિ માસ. ટીવી દર્શકોની વચ્ચે દિશાની લોકપ્રિયતાએ તેણીની ટીવી જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં મદદ કરી.આજની તારીખમાં અભિનેત્રીની કુલ સંપત્તિ $5 મિલિયન અથવા ભારતીય ચલણમાં 37 કરોડ રૂપિયા છે. તેઓ BMW પ્રીમિયમ ઓટોમોબાઈલ જેવી મોંઘી કાર ચલાવે છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષ 2008થી ટીવી જગત પર રાજ કરી રહી છે. આ શોમાં ઘણા એવા પાત્રો જોવા મળ્યા છે, જેમણે દર્શકોના દિલમાં કાયમ માટે પોતાનું સ્થાન બનાવી લીધું છે. એવી છે ‘દયાબેન’, જેનું પાત્ર નિભાવનાર અભિનેત્રી દિશા વાકાણીને વર્ષો પછી પણ દર્શકોને પસંદ છે.
અભિનેત્રી ઘણા વર્ષોથી ટેલિવિઝન પર દેખાઈ નથી તે હકીકત જાણીને, તેના ચાહકોની સંખ્યામાં કોઈ ઘટાડો નોંધાયો નથી. દિશાએ તેના લગ્ન પછી પણ શોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું પરંતુ પ્રસૂતિ સમયે રજા પર ગયા પછી તે પાછી ફરી નથી.