બેંગ્લોરઃ ભારતમાં હજારો રેલવે સ્ટેશન છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું પણ રેલવે સ્ટેશન છે જેનું નામ 28 અક્ષરોમાં આવે છે, છે ને નવાઈની વાત પણ આ હકીકત છે. ભારતના દરેક રેલવે સ્ટેશનનું નામ તેના શહેરના નામ પર હોય છે. એવામાં સૌથી લાંબા નામ વાળા રેલવે સ્ટેશનનું નામ બહુ અટપટું છે. આ નામ એક જ શબ્દનું છે જેમાં 28 મૂળાક્ષરો આવેલા છે.
આ રેલવે સ્ટેશન દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં આવેલું છે,અને તામિલનાડુની સીમા પાસે આવેલું છે. આ રેલવે સ્ટેશનનું નામ Venkatanarasimharajuvaripeta છે. હા આ વાત સાચી છે,અને તમે કદાચ એક વારમાં આ નામ વાંચી ના પણ શકો. પરંતુ આ હકીકત છે. તમને જો કોઇ હવે પૂછે તો તમે પણ બિન્દાસ થઈ ને કહી શકો છો કે ભારતના સૌથી વધારે અક્ષર વાળું રેલવે સ્ટેશન આંધ્રપ્રદેશમાં આવેલું છે.