સ્વિટ્ઝરલેન્ડમાં હજારો વર્ષ પછી બની આ ઘટના,જાણીને તમે પણ ચોંકી જશો
ક્લાઈમેટ ચેન્જની અસર અત્યારે વિશ્વના કેટલાક દેશોમાં જોવા મળી રહી છે. કેટલાક દેશોમાં અસામાન્ય રીતે પૂરની સ્થિતિ છે તે કેટલાક દેશોમાં ભારે ગરમી જોવા મળી રહી છે. આવામાં જો વાત કરવામાં આવેલા યુરોપીયન દેશોની તો ત્યાં તો ગરમી છે જ પરંતુ સ્વિટ્ઝરલેન્ડમાં પણ જોરદાર અસર જોવા મળી રહી છે.
આ દેશમાં જોવા મળ્યું કે સ્વિટ્ઝલેર્ન્ડમાં 2 ગ્લેશિયર પીગળવાથી તેમની વચ્ચેનો પથ્થરવાળો રસ્તો બહાર દેખાઈ રહ્યો છે. કહેવાય છે કે આ ઘટના 2000 વર્ષોમાં પહેલીવાર બની છે. બરફ પીગળતા તેની નીચેનો પથ્થરવાળો રસ્તો દેખાવા લાગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે પડી રહેલી ગરમીને કારણે છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર 3 ઘણો ઝડપથી બરફ પીગળી રહ્યો છે. ગરમીને કારણે સ્વિટ્ઝલેર્ન્ડમાં Scex Rouge અને Zanfleuron નામના ગ્લેશિયરનો બરફ પીગળતા પથ્થરવાળો રસ્તો દેખાવા લાગ્યો હતો. જે એક ગંભીર સંકેત છે.
વૈજ્ઞાનિકોના મતે, આ મહિનાના અંત સુધીમાં આ પથ્થરવાળો રસ્તો પૂરી રીતે સ્પષ્ટ દેખાવા લાગશે. આ બન્ને ગ્લેશિયર 9186 ફીટની ઉંચાઈ પર છે.
છેલ્લા 6 વર્ષોમાં અહીંયા 12 ટકા ગ્લેશિયર પીગળી ચૂક્યા છે. આ બધું ગ્લોબલ વોર્મિગ અને જળવાયુ પરિવર્તનને કારણે થયું છે.