ચહેરા પર સ્ટીમ લેવાથી ત્વચાને કઈક આવી થાય છે અસર,જાણીને તમે પણ ચોંકી જશો
સ્કિનની કેર કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે સ્કિનની કેર કરતા નથી તો સમય કરતા વહેલાં તમે ઘરડા દેખાવો છો અને તમારી વધતી ઉંમર પણ દેખાય છે. સ્ટીમ હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. પરંતુ સ્ટીમ લેવાની પણ રીત હોય છે. જો તમે પ્રોપર રીતે સ્ટીમ લો છો તો તમને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. સૌથી પહેલા તો વિટામીન સી અને એન્ટી બેક્ટેરીયલ ગુણોથી ભરપૂર લીંબુ અને મધ તમારી સ્કિન માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે રોજ રાત્રે આ બે વસ્તુ નાંખીને સ્ટીમ લેવાનું શરૂ કરી દો. આ સ્ટીમ તમારા ચહેરા પરની ડેડ સ્કિનને દૂર કરીને નિખાર લાવવાનું કામ કરે છે.
સ્ટીમ લેતી વખતે પાણીમાં કેસર અને કાચુ દૂધ નાંખો. કાચુ દૂધ અને કેસરમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણો સ્કિનના ડેડ સેલ્સને હટાવીને સ્કિનને મોઇસ્યુરાઇઝ કરવાનું કામ કરે છે. કેસર અને દૂધ તમારી સ્કિન પર નેચરલ ગ્લો લાવે છે અને સાથે તમારો ફેસ ટોન પણ ચેન્જ કરે છે.
સ્ટીમ લેતી વખતે એલોવેરા જેલ પણ મિક્સ કરી શકો છો. એલોવેરા જેલ તમારા ફેસ પરના ખીલ અને કાળા ડાધા ધબ્બા દૂર કરવાનું કામ કરે છે. એલોવેરા જેલમાં રહેલી તાકાત તમારા ફેસને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.