ભારત એવો દેશ છે જેમાં અનેક ધર્મ અને જાતિના લોકો રહે છે. ભારતીયોમાં ખાવા-પીવાની રીત પણ અલગ છે. જે દરેક રાજ્યમાં અલગ-અલગ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ ભારતમાં ખાવા-પીવાની ચર્ચાઓ થતી રહે છે. હકીકતમાં, ભારતનો એક વર્ગ શાકાહારી ખોરાક ખાય છે જ્યારે બીજો વર્ગ મોટાભાગે માંસાહારી ખોરાક ખાય છે
જો કે દેશમાં નોનવેજ ખાનારા લોકોની સંખ્યા વધુ છે. આવામાં તમે જાણો છો કે દેશના કયા રાજ્યમાં માંસાહારી ખોરાક સૌથી ઓછો ખવાય છે? દેશમાં સૌથી વધારે શાકાહારી લોકો ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં વસે છે. એમાંથી એક રાજ્ય એવું પણ છે જ્યા સૌથી વધારે વેજિટેરિયન લોકો રહે છે.
વાત કરી રહ્યા છીએ હરિયાણાની. અહીં 80 ટકા મહિલાઓ અને 56 ટકા પુરુષોએ ક્યારેય માંસાહારી ખાધું નથી. રાજસ્થાન બીજું રાજ્ય છે જ્યાં સૌથી ઓછી સંખ્યામાં માંસાહારી લોકો રહે છે. અહીં 75 ટકા મહિલાઓ અને 63 ટકા પુરૂષો માંસાહારી છે.
જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં માંસ ખાનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. એક સર્વેમાં આ વાત સામે આવી છે.