- આ દેશમાં મળશે ૩ દિવસ રજા
- માત્ર ચાર દિવસ જ કરવું પડશે કામ
- કારણ જાણીને ચોંકી જશો
નાદાર શ્રીલંકા ખાદ્ય અને ઊર્જાની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે.દેશમાં ચોખા, ઘઉં, ફળો અને શાકભાજી, દવાઓ, બળતણ વગેરેની ભારે અછત છે કારણ કે વિદેશી હૂંડિયામણની ગેરહાજરીમાં સરકાર વિદેશમાંથી આવશ્યક ચીજવસ્તુઓ આયાત કરી શકતી નથી.દરમિયાન, ગોટાબાયા રાજપક્ષે સરકારે મંગળવારે કહ્યું છે કે,સરકારી કર્મચારીઓને અઠવાડિયામાં બે દિવસની જગ્યાએ ત્રણ દિવસની રજા આપવામાં આવશે.
અહેવાલ અનુસાર, શનિવાર, રવિવાર ઉપરાંત શુક્રવારનો વધારાનો દિવસ આપવામાં આવી રહ્યો છે,જેથી કામદારો તેમના ખેતરો અથવા બાલ્કનીઓમાં જરૂરી ફળો અને શાકભાજી અને અનાજની ખેતી કરી શકે અને ખાદ્ય સંકટનો સામનો કરી શકે.પેટ્રોલની અછતને જોતા કર્મચારીઓને આ વધારાની રજા આપવામાં આવી રહી છે.
શ્રીલંકાના જાહેર ક્ષેત્રમાં 10 લાખ લોકો કામ કરે છે.આ લોકોની અવરજવર માટે પેટ્રોલ એક આવશ્યક ચીજવસ્તુ છે, જેની શ્રીલંકામાં ભારે અછત છે.2 કરોડ 20 લાખની વસ્તી ધરાવતા શ્રીલંકામાં હજારો લોકોને પેટ્રોલ પંપ પર કલાકો સુધી કતારમાં ઉભા રહેવું પડે છે.ઇંધણની અછતને કારણે શ્રીલંકા પણ ભારે વિજળી સંકટનો સામનો કરી રહ્યું છે.કાળઝાળ ગરમીમાં લોકોને દિવસના મોટા ભાગના કલાકો વીજળી વગર પસાર કરવા પડે છે.
આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને શ્રીલંકાની કેબિનેટે સોમવારે જાહેર ક્ષેત્રના કામદારોને આગામી ત્રણ મહિના સુધી દર શુક્રવારે રજા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. પ્રસ્તાવમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ રજા ઈંધણની અછતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે અને તે પણ જેથી કામદારોને ખેતી માટે પ્રોત્સાહિત કરી શકાય.
સરકારી માહિતી વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સરકારી અધિકારીઓને ઘરની પાછળ અથવા અન્ય જગ્યાએ ખેતી કરવા માટે એક કામકાજની રજા આપવી યોગ્ય છે.”