Site icon Revoi.in

ઓગષ્ટમાં મળશે લાંબો વિકેન્ડ, કરી લો આ સ્થળે ફરવાનું પ્લાન

Social Share

ભારતમાં લોકો ફરવા માટે આમ તો બારેમાસ તૈયાર જ રહેતા હોય છે. ભારતમાં લોકોને બસ ફરવા માટેનો મોકો મળે અને તેઓ ફરવા માટે નીકળી જતા હોય છે આવામાં ઓગષ્ટમાં પણ જો કોઈ ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો તેઓ આ સ્થળોને પર જવાનું પ્લાન કરી શકે છે કારણ કે આ મહિનામાં વધારે રજાઓ પણ આવી રહી છે અને તેમાં લોકોને ફરવાની મજા પણ આવી શકે છે.

જે લોકો ફરવાનું પ્લાન કરતા હોય તે લોકોએ જાણવું જોઈએ કે આ તહેવારો સાથે ઓગસ્ટ મહિનામાં લોંગ વીકેન્ડ પણ છે. 11મી ઓગસ્ટ ગુરુવારથી લોંગ વીકેન્ડ શરૂ થઈ રહ્યો છે અને 15મી ઓગસ્ટ સુધી ચાલશે. આવામાં જયપુપરની વાત કરવામાં આવે તો ઉનાળામાં રાજસ્થાનમાં ફરવું મુશ્કેલ હોય છે, પરંતુ ચોમાસામાં અહીં ફરવું એક અલગ જ અનુભવ છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં તહેવારોની સીઝન અલગ છે અને અહીં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે. ઓગસ્ટમાં અહીં પ્રવાસની યોજના બનાવો.

કનાતલ પણ ઉત્તરાખંડનું એક પર્યટન સ્થળ છે, જેને અહીંનું ગુપ્ત હિલ સ્ટેશન પણ કહેવામાં આવે છે. અહીં ખૂબ જ શાંતિ છે, કારણ કે આ હિલ સ્ટેશનની મુલાકાતે બહુ ઓછા લોકો આવે છે. પરિવાર સાથે કનાતાલમાં ફરવા જાઓ અને વાદીઓ વચ્ચેની યાદગાર પળોને માણો. મુરથલઃ જો તમારે લોંગ વીકએન્ડમાં પણ ટૂંકી સફર કરવી હોય તો તમારે દિલ્હીને અડીને આવેલા મુરથલ જવું જોઈએ. અહીંનું ફૂડ ફેમસ છે, સાથે જ અહીંની સંસ્કૃતિ પણ તમને ખૂબ જ ગમશે. અહીં ફેમિલી કે પાર્ટનર સાથે એન્જોય કરવાની એક અલગ જ મજા છે.