ઓછા વ્યાજની લોન મળશે, આવી લાલચ આપી લોકોની સાથે છેતરપિડી કરનારા બે લોકોની ભાવનગર પોલીસે કરી ધરપકડ
- ભાવનગરની ઘટના
- લોનની લાલચ આપી છેતરપિંડી કરનારા લોકો પકડાયા
- પોલીસે કર્યો ઘટનાનો પર્દાફાશ
ભાવનગર:આજના સમયમાં તમામ લોકોને રૂપિયાની તો જરૂર હોય જ, મોટાભાગના લોકો તેના માટે લોન લેતા હોય છે પણ ક્યારેક એવા કિસ્સા પણ સામે આવતા હોય છે કે જ્યાં લોકો સાથે છેતરપિંડી પણ થતી હોય છે. ભાવનગરમાં પણ કંઇક આવું જ બન્યું છે જેમાં પોલીસ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ભાવનગર શહેરમાં પછાત વર્ગના લોકોને લોનની લાલચ આપી ડોક્યુમેન્ટ મેળવી છેતરપીંડી આચરતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ડોક્યુમેન્ટના આધારે નવા સ્કુટરોની ખરીદી કરી બારોબાર વેચી મારતા હતા અને ફાયનાન્સ કંપનીના માણસો ડોક્યુમેન્ટ ધારકો પાસે હપ્તાની ઉઘરાણી પહોંચતા હોય જે અંગે ફરિયાદ દાખલ થઈ હતી.
આ ફરિયાદના આધારે સી-ડીવીઝન પોલીસે અજય બાબુ બારૈયા તથા જીતુ રવજી યાદવની 14 સ્કૂટરો સાથે ધડપકડ કરી હતી.આ પ્રકરણમાં મુખ્ય આરોપીઓ જેમાં મુન્ના ઈબ્રાહિમ શેખ તથા દિલીપ અશોક મારૂંની શોધખોળ હાથ ધરી છે. જો કે લોકોએ આ બાબતે સતર્ક અને સલામત રહેવું જોઈએ અને કોઈ પણ પ્રકારની બેન્કની જાણકારી કોઈને આપવી જોઈએ નહી. પોતાની બેન્ક જાણકારી બીજાને શેર કરવા જતા જ આ પ્રકારના કામને લુંટારુંએ અંજામ આપતા હોય છે.
હાલ પોલીસ અત્યારે ધરપકડ કરવામાં આવેલા લોકો પાસે પૂછપરછ કરી રહી છે ત્યારે તેમના દ્વારા આચરવામાં આવેલા અન્ય ગુનાઓ વિશે પણ જાણ થઈ શકે છે.