તાજમહેલમાં ઓનલાઈન ટિકિટ બૂક કરાવીને મળશે પ્રવેશ,ટિકિટ કાઉન્ટર થશે બંધ,જાણો શું છે સરકારની તૈયારીઓ
- તાજમહેલમાં ઓફલાઈન ટિકિટ બંધ કરવાની તૈયારીમાં સરકાર
- ઓનલાઈન યુપીઆઈ દ્રારા ટિકિટ બૂક કરવાની યોજના
આગ્રાઃ- દેશમાં નવી ટેકનોલોજીના માધ્યમથી અનેક કાર્યોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે, નાગરિકોની સુવિધાને સરળ બનાવાઈ રહી છે ત્યારે હવે દુનિયાની સાતમી અજા.યબી અને પ્રેમનું પ્રતિક ગણાતા તાજમહેલમાં પ્રવેશને લઈને ખાસ તૈયારીઓ ચાલી રહી છે.
આ તૈયારીઓ હેઠળ હવે સરકારની યોજના ટિકિટ કાઉન્ટરો બંધ કરવાની છે.જેથી લાઈનમાં ઊભા રહેવાની લોકોની ભીડની માથાકૂટમાંથી છૂટકારો મળશે ,તાજમહેલમાં પ્રવાસીઓના પ્રવેશ માટે નવી વ્યવસ્થા તૈયાર કરવામાં પ્રમાણે ઑફલાઇનને બદલે ઓનલાઈન ટિકિટ બુક કરાવવા પર જ એન્ટ્રી આપવાની તૈયારીઓ કરાી રહી છે.જે પ્રમાણે યુરપીઆઈ દ્રારા પ્રવાસીઓ ઘર બેઠાજ ટિકિટ બૂક કરાવી શકશે,
આ સાથે જ તાજમહેલની સત્તાવાર વેબસાઈટની સાથે ખાસ એપને પણ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. ઓફલાઈન ટિકિટ સંપૂર્ણ રીતે ડીજીટલ થતાની સાથે જ બંધ થઈ જશે.હાલ પૂર્વ અને પશ્ચિમ દરવાજાથી તાજમહેલ પર ઑનલાઇન તેમજ ઑફલાઇન ટિકિટ ઉપલબ્ધ છે. જેના કારણે બુકિંગ વિન્ડો પર લાઈન લાગે છે. તેમજ ટિકિટો બ્લેક હોવાની પણ શક્યતા છે. કોરોના મહામારીમાં આ સુવિધા જારી કરાઈ અને ત્યારબાદ તાજમહેલમાં પ્રવાસીઓના સ્લોટની સાથે ક્ષમતા પણ નક્કી કરવામાં આવી હતી.જો કે હવે કોઈ ક્ષમતા નથી ગમેતેટલા લોકો મુલાકાત લઈ શકે છે.
આ સાથે જ તાજમહેલના પ્રવેશને લઈને સમગ્ર સિસ્ટમને ડિજીટલ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ માટે ટેકનિકલ ટીમ અને સ્ટાફ સાથે બેઠક યોજવામાં આવી રહી છે. સિસ્ટમને સરળ અને સરળ બનાવ્યા બાદ જ તેનો અમલ કરવામાં આવશે.અધિક્ષક પુરાતત્વવિદ્ ડો.રાજકુમાર પટેલે જણાવ્યું હતું કે, ઓનલાઈન વેબસાઈટ, નેટવર્ક માટે વાઈ-ફાઈ સિસ્ટમ અને વધુ સારી રીતે એપ બનાવવાની પણ અમારી યોજના છે.