ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વિના મળશે લાયસન્સ,તાલિમ કેન્દ્રો પર ઉચ્ચ ગુણવત્તાની અપાશે ટ્રેનિંગ- હાઈવે મંત્રાલય
- હાઈવે મંત્રાલયે તાલિમ કેન્દ્રો માટે નિયમો સુચિત કર્યા
- શ્રેષ્ઠ ગુણવત્તાની અપાશે ડ્રાવિંગની તાલિમ
દિલ્હીઃ-કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્રારા શુક્રવારે માન્યતા પ્રાપ્ત ડ્રાઈવર તાલીમ કેન્દ્રો માટે સૂચના આપી હતી. સૂચના મુજબ આ કેન્દ્રો પર લોકોને ઉચ્ચ ગુણવત્તાની ડ્રાઇવિંગ તાલીમ આપવામાં આવશે.
આ ટેસ્ટમાં સફળ થનારાઓએ ડ્રાઇવિંગ લાઇસન્સ લેતી વખતે ફરીથી ડ્રાઇવિંગ પરીક્ષા આપવાની રહેશે નહીં. તેમને ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી મુક્તિ મળશે. મંત્રાલયે કહ્યું કે આ કેન્દ્રોમાં તમામ તાલીમ સુવિધાઓ તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હશે, જેથી ઉમેદવારોને ઉચ્ચ ગુણવત્તાની તાલીમ આપવામાં આવશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ બાબતે જણાવ્યું હતું કે મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ આ કેન્દ્રો પર રેમિટિયલ અને ‘રીફ્રેશર’ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવાશે. મંત્રાલયે માન્ય ડ્રાઇવર તાલીમ કેન્દ્રો માટે ફરજિયાત નિયમો જાહેર કર્યા છે.
આ નિયમો 1 જુલાઈ, 2021 થી અમલમાં આવશે. મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આવા માન્યતા પ્રાપ્ત તાલીમ કેન્દ્રોથી ડ્રાઇવિંગની તાલીમ મેળવ્યા બાદ તે ડ્રાઇવરોને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવામાં મોટી મદદ મળી રહેશે