Site icon Revoi.in

નાના બાળકોને જ્યારે દાંત આવે ત્યારે પેઢામાં ખંજવાળ આવે છે,આવા સમયે અપનાવો આ નુસ્ખાઓ

Social Share

બાળક જ્યારે નાનું હોય અને તેનો પહેલો દાંત ફૂટે ત્યારે તેને અનેક શારિરીક સમસ્યાઓ થાય છે,ખાસ કરીને બાળકોને પેઢામાં ખૂબ જ ખંજવાળ આવતી હોય છે,આ સાથે જ પીડાથી પરેશાન બાળકો તેમના શબ્દો પણ બોલી શકતા નથી, પરંતુ તમારે ફક્ત લક્ષણો જોઈને જ શોધવાનું છે. આ પીડામાંથી છૂટકારો મેળવવા માટે, લોકો સામાન્ય રીતે બાળકોને ડૉક્ટરની દવાઓ ખવડાવે છે. પરંતુ જો તમે ઇચ્છો તો કેટલાક ઘરેલું ઉપચારની મદદથી તમે બાળક પીડામાં રાહત આપી શકો છો.

બાળકોને દાંત આવે ત્યારે આ નુસ્ખાો અપનાવો

બાળકોના પેઢાની હળવા હાથે માલિશ કરો

બાળકને દુખાવાથી રાહત આપવા માટે, તમારે તમારા હાથને સારી રીતે સાફ કરવા જોઈએ અને પછી સ્વચ્છ કપડાને આંગળીના ટેડવા પર લપેટીને બાળકના પેઢાને હળવા હાથે  દબાવીને મસાજ કરો. આમ કરવાથી દુખાવામાં આરામ મળશે.

ફ્રોઝન કાપડ 

જ્યારે બાળકના દાંત આવતા હોય ત્યારે તમે એક ધોયેલું  સાફ કપડું ફ્રીજમાં રાખી શકો છો અને પછી આ કપડું બાળકને ચાવવા માટે આપી શકો છો. જો કે, આ કરતી વખતે, બાળકને તમારી દેખરેખ હેઠળ રાખો.બાળક કપડુ ગળી ન જાય તેનું ધ્યાન રાખો

રબરના કે લાકડાના રમકડા  

આજકાલ માર્કેટમાં જેલથી ભરેલા રબરના રમકડાઓ મળે છે, જે બાળકોને દાંત આવ્યા પછી આપવામાં આવે છે. જો કે, તે પ્લાસ્ટિકના છે જે બાળકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તમે બાળકને કોઈપણ નક્કર લાકડાનું રમકડું અથવા તો રબર જેવા આવતા રમકડા ચાવવા આપી શકો છો.