1. Home
  2. ગુજરાતી
  3. યુવા પેઢી લીડરશીપ કરવા તૈયાર છે: મુકેશ અંબાણી
યુવા પેઢી લીડરશીપ કરવા તૈયાર છે: મુકેશ અંબાણી

યુવા પેઢી લીડરશીપ કરવા તૈયાર છે: મુકેશ અંબાણી

0
Social Share
  • મુકેશ અંબાણીએ કહી મોટી વાત
  • રિલાયન્સને લઈને આપ્યા મહત્વના સમાચાર
  • ક્હ્યું યુવા પેઢી લીડરશીપ માટે તૈયાર

મુંબઈ: રિલાયન્સની સ્થાપના કરનારા ધીરુભાઈ અંબાણીના જન્મ દિવસ પર યોજાયેલા કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, યુવા પેઢી હવે લીડરશીપ કરવા માટે તૈયાર છે.હવે હું મારા ઉત્તરાધિકારીની નિમણૂંકની કાર્યવાહી ઝડપી બનાવવા માંગુ છું.હવે નવી પેઢીને ગાઈડ કરવાનો સમય છે અને તેમને સક્ષમ બનાવવાનો સમય છે.તેમને પ્રોત્સાહિત કરવા આપણી ફરજ છે.

આકાશ, ઈશા અને અનંત અમારા કરતા વધારે સારી રીતે કામ કરી રહ્યા છે. તેમનામાં એજ કાબિલિયત છે જે મારા પિતા પાસે હતી અને તેના થકી લાખો લોકોના જીવનમાં તેમણે બદલાવ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ કંપનીનું નામ વિશ્વની મોટી કંપનીઓમાં આવે છે અને તેના માલિક મુકેશ અંબાણી પણ વિશ્વના અમીર બિઝનેસમેનમાંથી એક છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code