Site icon Revoi.in

યુવા પેઢી લીડરશીપ કરવા તૈયાર છે: મુકેશ અંબાણી

Social Share

મુંબઈ: રિલાયન્સની સ્થાપના કરનારા ધીરુભાઈ અંબાણીના જન્મ દિવસ પર યોજાયેલા કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, યુવા પેઢી હવે લીડરશીપ કરવા માટે તૈયાર છે.હવે હું મારા ઉત્તરાધિકારીની નિમણૂંકની કાર્યવાહી ઝડપી બનાવવા માંગુ છું.હવે નવી પેઢીને ગાઈડ કરવાનો સમય છે અને તેમને સક્ષમ બનાવવાનો સમય છે.તેમને પ્રોત્સાહિત કરવા આપણી ફરજ છે.

આકાશ, ઈશા અને અનંત અમારા કરતા વધારે સારી રીતે કામ કરી રહ્યા છે. તેમનામાં એજ કાબિલિયત છે જે મારા પિતા પાસે હતી અને તેના થકી લાખો લોકોના જીવનમાં તેમણે બદલાવ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ કંપનીનું નામ વિશ્વની મોટી કંપનીઓમાં આવે છે અને તેના માલિક મુકેશ અંબાણી પણ વિશ્વના અમીર બિઝનેસમેનમાંથી એક છે.