યંગ ઈન્ડિયા પાર્થ બ્રેકર્સ 2.0 : અક્ષરધામના નિર્માણ અંગે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. કલામજીના સૂચનને બ્રહ્મવિહારી સ્વામીએ યાદ કર્યું
અમદાવાદઃ યંગ ઈન્ડિયા ઈવેન્ટમાં ઘર્મગુરુ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીએ સભાખંડમાં ઉપસ્થિતિ લોકોને સંબોધિત કર્યા હતા તેમણે તેમના સંબોધનમાં આપણા દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને યાદ કર્યા હતા, અબ્દુલ કલામ સાથે સાથેનો એક પ્રસંગ યાદ કરતા તેમણે કહ્યું કે, જ્યારે અક્ષરધામ બન્યું ત્યારે અબ્દુલ કલામ ઈચ્છતા હતા કે લોકો મંદિરમાંથી બહાર નીકળે ત્યારે તેમને ભારતીય હોવાનો ગર્વ થાય એવા મંદિરનું નિર્માણ થવું જોઈએ, આ ઉપરાંત શિક્ષકો અને વકિલોને લઈને પણ તેમણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
તેમણે શિક્ષકોને લઈને કહ્યું કે, શિક્ષકોને પણ ભણાવવા પડે,અને ક્યારેક વકિલોને પણ બચાવવા પડે, દરેક વ્યક્તિ સંપૂર્ણ હોતો નથી. ફ્રાંસની હાલની સ્થિતિ વિશે તેમણે કહ્યું કે, ફ્રાસં એક ઘાર્મિક અધાર્મિક દેશ છે,અને વિશ્વના દેશો એવું માને છે કે, ભારત વિશ્વના કલ્યાણને લઈને નિયમો બનાવે.
સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે,સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશ પ્રવાસ કરતા ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘સૌથી પહેલા ભારતને પ્રેમ કરો પછી ભારતીયોને પ્રેમ કરો’
દરેક વ્યક્તિમાં રહેલા લીડરશીપના ગુણોને લઈને સ્વામીજીએ કહ્યું કે, દરેક વ્યક્તિમાં લીડરશીપની ક્ષમતા તો છે અને જ્યારે વ્યક્તિ લીડર ન બને ત્યારે તેને લીડર બનાવી દેવામાં આવે છે, સંવાદના અંતમાં તેમણે કહ્યું કે, જ્યારે વ્યક્તિ સ્વપ્ન જોવાનું બંધ કરી દે છે ત્યારે તે જીવનને જીવવાનું પણ બંધ કરી દે છે.