Site icon Revoi.in

માર્ગ અકસ્માતના બનાવોમાં સૌથી યુવાનો બને છે ભોગ

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીના AIIMS ટ્રોમા સેન્ટર દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, દિલ્હીમાં ટુ-વ્હીલર પર સવારી કરતા 40 ટકા પાછળ બેસનારા હેલ્મેટ પહેરતા નથી, જેના કારણે માથામાં તેમને ઈજાઓ થઈ હતી. જો કે, ડેટામાં એ પણ જાણવા મળ્યું છે કે લગભગ 85 ટકા ટુ-વ્હીલર સવારોએ હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે બાકીના લોકોએ માથાની ઇજાઓથી બચવા માટે કોઈ રક્ષણાત્મક ઉપકરણો પહેર્યા ન હતા, જેના કારણે તેઓ મૃત્યુ પામ્યા અથવા ઈજાગ્રસ્ત થયાં હતા. તેમ AIIMS ટ્રોમા સેન્ટરના વડા ડૉ.કામરાન ફારુકે જણાવ્યું હતું. તેમણે 21 જાન્યુ.થી 22 ડિસેમ્બર વચ્ચે ટ્રોમા સેન્ટરમાં એકત્રિત કરવામાં આવેલા ડેટા જાહેર કર્યાં હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે, ડેટા અનુસાર, 2022માં હોસ્પિટલમાં લાવવામાં આવેલા મૃતકોમાંથી લગભગ 82 ટકા લોકો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં 2022માં 53,541 ટ્રોમા પેશન્ટ મળ્યા હતા. જેમાંથી લગભગ 25 ટકા લોકો માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. ડો.ફારૂકે જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના લોકો 20 થી 40 વર્ષની હતી. તેથી માર્ગ અકસ્માતની ઘટના બને ત્યારે ભોગ બનનારને ઝડપી સારવાર મળી રહે તેવા પ્રયાસ કરવા જોઈએ. દેશમાં માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે એટલું જ નહીં માર્ગ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ વાહન ચાલકો પણ મર્યાદીત સ્પીડમાં વાહન હંકારે તે માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

(PHOTO-FILE)