Site icon Revoi.in

18થી 25 વર્ષના યુવાનોને પણ મળશે વેક્સિન, દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધાર થવાની સંભાવના

Social Share

દિલ્લી: દેશમાં વધી રહેલા કોરોનાવાયરસના સંક્રમણ પર સરકારે પણ હવે બાંયો ચડાવી દીધી હોય તેવુ લાગી રહ્યું છે. સરકાર કોરોનાવાયરસને માત આપવા માટે તમામ પ્રયાસ કરી રહી છે અને વેક્સિનની પ્રક્રિયા પણ વધારે તેજ કરી રહી છે. સરકાર દ્વારા જાહેર કરાવમાં આવ્યું છે કે 1 મેથી 18 વર્ષથી વધુ વયના નાગરિકોને પણ વેક્સિન આપવામાં આવશે.

જો વાત કરવામાં આવે સતત વધી રહેલા કોરોનાવાયરસના કેસ વિશે તો મંગળવારના દિવસે સોમવાર કરતા ઓછા કેસ સામે આવ્યા છે. સાથે સાથે દેશમાં એક જ દિવસમાં 2.5 લાખથી વધારે લોકોએ કોરોનાને માત આપી છે. આ પ્રકારના સમાચારથી લોકોમાં હાલ રાહત છે અને વધારે ધ્યાન રાખવામાં આવે તો કોરોનાને ખુબ ઝડપથી દેશમાંથી નાબૂદ કરી શકાય તેમ છે.

જો કે ગતદિવસમાં કોરોનાવાયરસના કેસમાં પણ નોંઘપાત્ર રીતે ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે સરકાર તમામ પ્રકારના પ્રયાસ કરી રહી છે અને યુદ્ધના ધોરણે કામગીરી પણ ચાલી રહી છે.

કેન્દ્ર મંત્રાલયના આંકડા અનુસાર મંગળવારના દિવસે સોમવારની તુલનામાં ઓછા કેસ નોંધાયા છે અને આગામી દિવસોમાં જાણ થશે કે કોરોનાવાયરસની જે બીજી લહેર આવી છે તે શાંત થવા જઈ રહી છે કે વધારે જોખમી બનવા જઈ રહી છે.

સરકાર દ્વારા હવે 18 વર્ષથી ઉપરના નાગરિકોને પણ વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવશે. આ વેક્સિનેશન પ્રક્રિયા 1 મેથી શરૂ કરવામાં આવશે. સરકાર દ્વારા વેક્સિનેશન પ્રક્રિયામાં રોજ લાખો લોકોને વેક્સિન આપવામાં આવે છે અને કોરોનાને માત આપવા માટે સરકાર તાબડતોડ મહેનત કરી રહી છે.