- અનપમ ખૈર 65ની ઉમંરે પણ ફીટ
- શર્ચલેસ ફોટોઝ કર્યા શેર
- દર્શકો કરી રહ્યા છે પેટભરીને વખાણ
મુંબઈ – બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર હંમેશાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોનું દિલ જીતતા આવ્યા છે.તેમની ફીટનેસને લઈને તેઓ ચર્ચામાં રહે છે ત્યારે હાલમાં અનુપમ ખૈર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે અને તેમની સારી એવી ફેન ફોલોઇંગ પણ છે, તેમની અનેક પોસ્ટથી દર્શકો ખૂબ ખુશ થાય છે.તાજતરમાં તેમણે કરેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબજ વાયરલ થઈ રહી છે.
અભિનેતા અનુપમ ખૈરે 65 વર્ષની ઉંમરે જે કર્યું તે જોઆને દરેક લોકો આશ્ચર્ય પામ્યા હતા. અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શર્ટલેસ ફોટો શેર કર્યા છે.અભિનેતા અનુપમની આ તસવીર જોયા પછી યંગસ્ટર્સ પણ જોતા રહી ગયા છે.
અનુપમ ખેરે તેમની શર્ટલેસ તસવીર શેર કરી છે જેમાં તેમનું ટોન્ડ બોડી બતાવવામાં આવ્યું છે. આ દિવસોમાં અનુપમ ખેરની તસવીર સોશિયલ મીડિયા પર આકર્ષણ બની રહી છે. તેમના ચાહકો અનુપમની પ્રશંસા કરવામાં અને તેને બાહુબલીનું બિરુદ આપી રહ્યા છે, અને આપે પણ કેમ નહી 65 વર્ષની ઉમંરે પણ જીમ ,કસરત કરીને પોતાને ફીટ રાખી રહ્યા છે,આ ફોટો સાથે એક સરસ કેપ્શન પણ તેમણે લખ્યું છે.
કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, એક એવા વ્યક્તિને હરાવવો મુશ્કેલ છે જે ક્યારેય હાર માનતો નથી! આ સાથે જ તેમણે સવાલપણ કર્યો કે ,સાચું છે ને મિત્રો?. જેના જવાબમાં એક યૂઝર્સ એ લખ્યું કે તેઓ એકદમ બરાબર જઈ રહ્યા છે. અનુપમના ચાહકો આ તસવીર પર ખુબ પ્રેમ લૂટાવી રહ્યા છે, તેને પ્રેરણા તરીકે પણ લઈ રહ્યા છે. લોકોએ આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ પણ કરી છે.
સાહિન-