દેશના બજારમાં વાહન ઉત્પાદકો હવે કારમાં સલામતી પર વધુ ધ્યાન આપી રહ્યા છે, કારનમાં સેફ્ટી માટે વાહન કંપનીઓ એકથી વધુ ફીચર્સ આપી રહી છે. તે જ સમયે ગ્રાહકો પણ વધુ જાગૃત થયા છે. એને કાર લેતા પહેલા સેફ્ટી રેટિંગ વિશે જાણકારી મેળવે છે. તમે જોયું હશે કેઘણા VIP અને મોટી હસ્તીઓની કારમાં ખાસ સુરક્ષાની વ્યવસ્થા હોય છે. મોટા ભાગના નેતાઓ બુલેટપ્રુફ કારનો ઉપયોગ કરે છે. એવામાં સામાન્ય માણસ પોતાની કારમાં બુલેટપ્રુફ બનાવી શકે છે.
• કારને બુલેટપ્રુફ બનાવવાની પ્રક્રિયા
જાણકારી માટે જણાવીએ કે બુલેટપ્રુફ એવી પ્રક્રિયા છે, જેમાં કારને સુરક્ષિત કરવામાં આવે છે કે હેન્ડ ગ્રેનેડથી લઈ AK47ની પણ કી અસર નથી થતી. સામાન્ય કારને બુલેટપ્રૂફ બનાવવા માટે તેની રચનાને સંપૂર્ણપણે બદલવી પડે છે. કારની બહારની બોડી સ્ટીલ અથવા કોઈ મજબૂત મેટલથી તૈયાર કરવામાં આવે છે.
સાથે કારના દરવાજા પણ ખૂબ જ મજબૂત બનાવવામાં આવ્યા છે, જેથી કારમાં બેઠેલા લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. પછી, કારના ફ્લોરથી લઈને છત સુધી, તેને ખૂબ જ મજબૂત બનાવવામાં આવે છે. ઉપરાંત, વિન્ડશિલ્ડ અને બારીના કાચનું રિટ્રોફિટિંગ કરવામાં આવે છે, જેથી તેના પર કોઈ અસર ન થાય. અને ઈટીરિંગ વાયરિંગ પણ બદલવામાં આવે છે.
• કેટલો ખર્ચો આવે છે અને શું ફર્ક પડે છે
તેના સિવાય કારના સાધારણ ટાયરોની જગ્યાએ બુલેટપ્રુફ કારમાં ખાસ પ્રકારના ટાયરનો ઉપયોગ થાય છે, જેથી ટાયર પંચર પડ્યા પછી પણ કાર સરળતાથી ચલાવી શકાય.તેના સંપૂર્ણ બદલાવ પછી કારનો વજન વધી જાય છે. એક સાધારણ કારને બુલેટપ્રુફ બનાવવામાં લગબગ 5થી 40 લાખ રૂપીયાનો ખર્ચો થાય છે.
• કોણ આપશે અનુમતી
બુલેટપ્રુફ કાર ખરીદવા અથવા કારને બુલેટપ્રુફ બનાવવા માટે જિલ્લા અધિકારી, પોલીસ એસપી અને ગૃહ મંત્રાલય પાસેથી મંજૂરી લેવી પડે છે. પછી જ આગળની પ્રક્રિયા શરૂ કરી શકાશે.