તમારું Google એકાઉન્ટ કોઈપણ સમયે હેક થઈ શકે છે, હેકરને તમારા પાસવર્ડની જરૂર નથી !
જો તમે વિચારી રહ્યા છો કે તમારા Google એકાઉન્ટનો પાસવર્ડ ખૂબ જ મજબૂત છે અને તેથી તમારા એકાઉન્ટને નુકશાન થઈ શકતુ નથી, તો તમે ભૂલ કરી રહ્યાં છો. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કે, હવે ગૂગલ એકાઉન્ટ હેક કરવા માટે કોઈ પાસવર્ડની જરૂર નથી. આવી સ્થિતિમાં, તમારું Google એકાઉન્ટ જોખમ ઉભુ થવાની શકયતા છે.
સાયબર સિક્યોરિટી ફર્મ CloudSEKના રિપોર્ટ અનુસાર, થર્ડ પાર્ટી કૂકીઝનો ફાયદો ઉઠાવીને તમારું Google અથવા Gmail એકાઉન્ટ હેક થઈ શકે છે. કુકીઝ મારફતે જ તમારુ ટ્રેકિંગ કરવામાં આવે છે અને તેના દ્વારા વેબસાઈટને ખબર પડે છે કે તમે કઈ સાઈટ પર શું કરી રહ્યા છો અને તેના આધારે તમને જાહેરાતો પણ બતાવવામાં આવે છે.
ગૂગલ ઓથેન્ટિકેશન કૂકીઝ યુઝર્સને પાસવર્ડ વગર લોગઈન કરવાની મંજૂરી આપે છે, કારણ કે તે તમારો પાસવર્ડ સેવ કરે છે અને આ કૂકીઝની મદદથી હેકર્સ બે ફેક્ટર ઓથેન્ટિકેશનને બાયપાસ કરી રહ્યાં છે. CloudSEK એ તેના રિપોર્ટમાં કહ્યું છે કે, કુકીઝમાં આ બગનો ફાયદો ઉઠાવીને હેકર્સ તે એકાઉન્ટ્સમાં પણ પ્રવેશ કરી શકે છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગૂગલને આ બગ વિશે માહિતી મળી છે અને તે તેના બ્રાઉઝર ગૂગલ ક્રોમની સુરક્ષા વધારવા પર કામ કરી રહ્યું છે. વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની સિસ્ટમને અદ્યતન રાખે અને કોઈપણ શંકાસ્પદ સાઇટની મુલાકાત ન લે. આ ઉપરાંત, તેમની સિસ્ટમમાં કોઈ માલવેર છે કે કેમ તેની પણ તપાસ કરે.
(PHOTO-FILE)