Site icon Revoi.in

શું તમને આંખ નીચે થઈ રહ્યા છે ડાર્ક સર્કલ ? તો આટલી બાબતોનું ખાસ રાખો ધ્યાન

Social Share

 

આજકાલની ફાસ્ટ લાઈફમાં આપણે આપણું ધ્યાન રાખવાનું ચૂકી જતા હોઈએ છે. આ સાથે જ મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ તથા ઉજાગરા કરીને આંકની નીચા ડાર્ક સર્કલ પડી જતા હોય છે, ત્યારે ખાસ આપણે આપણી દિનચર્યાનું પણ ધ્યાન રાખવું જોઈએ, ક્યાંક તમારી દિનચર્યા તમને તંદુરસ્તમાંથી નાદુરસ્ત તરફ તો નથી વાળી રહી ને? એટલા માટે જ ફિટ રહેવા શરીરની કાળજી રાખવી જરુરી છે તેની સાથે જ સુંદરતાની જાળવી રાખવા ચહેરાની પણ  કાળજી જરુરી છે, તો ચાલો જાઈએ આંખો નીચે પડતા ડાર્ક સર્કલને કંઈ રીતે ઘરેલું ઈલાજથી દૂર કરી શકાશે.જેનાથી તમારે બહાર મોંધા પાર્લરનો ખર્ચ પણ બચશે અને સમય પણ વેડફાશે નહી.

ખાસ કરીને અનિદ્રા, ટેન્શન, વધુ પડતો સ્ટ્રેસ પણ આંખની નીચે પડતા ડાર્ક સર્કલનું કારણ હોય છે, જો બાહ્ય પરિબળથી તમને કાર્ડ સર્કલ નથી થયા તો તમારે તમનારી લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવવાની જરુર છે.

બાહ્રય પરિબળ કે હવામાનથી થતા ડાર્ક સર્કલને તમે આ રીતે દૂર કરી શકો છો,.

બહારની ડસ્ટ કે એલર્જીના કારણે પણ ડાર્ક સર્કલ થાય છે આવી સ્થિતિમાં તમે ઘરે રહીને તેનો ઈલાજ કરી શકો ચો, તે માટે ટામેટાનો પલ્પ આંખો પર લાગવવો, કાકડીની સ્લાઈસ 10 મિનિટ રાખી મૂકલી, બટાકાની સ્લાઈસ 10 મિનિટ રાખી મૂકવી, ગુલાબજળથી આંખો સાફ કરવી,એલોવેરા જેલ લગાવવનું જેવા ઘેરલું નુસ્ખાઓથી પણ તે દૂર થી શકે છે.

લાઈફ સ્ટાઈલના કારણે પડેલા ડાર્ક સર્કલ માટે બદલો તમારી લાઈફસ્ટાઈ

મોટા ભાગના લોકો આજકાલ મોબાઈલ પાછળ ઘેલા થયા છે, મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે તમારી ઊંધ ડિસ્ટર્બ થાય છે અને પુરતી ઊઁધ ન મળવાને કારણે ડાર્ક સર્કલ પડી જાય છે.જેથી ઊંધ પુરતી લેવી જોઈએ,

વધુ પડતા મોબાઈલ અને ટીવીના ઉપયોગને ટાળવો જોઈએ જેથી પુરતી ઊંઘ લઈ શકો અને ડાર્ક સર્કલ થતા અટકાવી શકાય.

ખૂબ જ નજીકથી પેપર વાંચવું કે બૂંક વાંચવાનું ટાળવું જોઈએ, આ સાથે જ બને ત્યા સુધી ડિમ લાઈટ કે અંધારામાં ક્યારેય વાંચવું જોઈએ નહી તેનાથી પણ આંખો ખરાબ થવાની શક્યતાઓ રહેલી છે.

બને ત્યા સુધી સવારે મોડૂ જાગવાનું  ટાળઓ, સમયસર ઉઠવાની આદત પણ ડાર્ક સર્કલ થતા અટકાવે છે.મોડા ઉઠવાને કારણે રાતે વહેલી ઊઁધ નથી આવતી અને તેની અસર આંખો પર પડે છે.